- લુંટ કરી નાશવા જતાં લુંટારૂ થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજાઓ થતાંં સારવાર અર્થે ખસેડવામાંં આવ્યો.
ગોધરા,
હાલોલ પી.ડી.સી. બેંક માંથી વીતીજ ડેરીના ચેરમેન દુધ ગ્રાહકોના પગારના 1.85 લાખ રૂપીયા ઉપાડીને કંજરી ચોકડી પાસેથી મોપેડ લઈ પસાર થતા હતા. ત્યારે લુંટારૂ દ્વારા ચેરમેન ઉપર મેલું નાખીને રૂપીયા ભરેલ બેગ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ચેરમેને પીછો કરી લુંંટારૂને ઝડપી પાડયો હતો. તેમ છતાં પકડ માંથી છુટી નાશવાનો પ્રયાસ દરિઋમયાન થાંભલા સાથે ભટકાતા ગંંભીર ઈજાઓ થતાંં સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ પંંચમહાલ ડીસ્ટ્રીક બેેંક માંથી વીતીજ દુધ ડેરીના ચેરમેન દુધ ગ્રાહકોના પગારના નાણાં ઉપાડવા આવ્યા હતા અને પી.ડી.સી. બેંક માંથી 1.85 લાખ રૂપીયા ઉપાડીને બેગમાં રાખીને પોતાના મોપેડ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે કંજરી ચોકડી પાસે લુંટારૂ દ્વારા ડેરી ચેરમેન ઉ5ર મેલુ નાખીને નજર ચુકવીને નાણાં ભરેલ બેગ લુંટીને લુંટારૂનો પીછો કરી લુંટ કરેલ રૂપીયા ભરેલ બેગ સાથે લુંટારૂને ઝડપી પાડયો હતો. લુંટ કરતાં ઝડપાયેલ લુંટારૂ પકડ માંંથી છુટીને નાશવાનો પ્રયાસ કરતાં થાંભલા સાથે અથડાતા માથા અને શરીરના ભાગે ગંંભીર ઈજાઓ થતાં લુંટારૂને ધટના સ્થળે દોડી આવેલ પોલીસે સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.