ચીનમાં એક જ દિવસમાં કોરોનાના ૩.૭ કરોડ કેસ જોવા મળ્યા

બીજીંગ,

વિશ્ર્વભરમાં કોરોનાની બીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં આ વાયરસના કારણે સતત વધી રહેલા કેસોએ દરેકની ચિંતા વધારી દીધી છે. એક દિવસ પહેલા જ ખુલાસો થયો હતો કે, ચીનમાં એક જ દિવસમાં કોરોનાના ૩.૭ કરોડ કેસ જોવા મળ્યા હતા, જે વિશ્ર્વના કોઈપણ દેશમાં સંક્રમિત થવાનો રેકોર્ડ હતો. આ ડરની સ્થિતિ વચ્ચે ચીને હવે કોરોના કેસ અને મૃત્યુના દૈનિક ડેટા પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.

ચીનની સરકાર પહેલાથી જ કોરોનાના નવા કેસ અને મૃત્યુ વિશે માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે ઈન્ટરનેટથી લઈને અખબારો સુધી સેન્સર નીતિ લાગુ કરી છે. હવે ચીનના આરોગ્ય આયોગ દ્વારા કોવિડ ડેટા જાહેર ન કરવાથી સમગ્ર વિશ્ર્વ માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ ડેટાના આધારે, વિવિધ દેશો લાઇટ્સની અવરજવર અને ચીન સાથે સતર્કેતા અંગે નિર્ણય લે છે.

જો કે, શલ્લભએ નવીનતમ ડેટામાં શું થશે તે અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. ચીનમાંથી બહાર આવતા ડેટા પણ ભરોસાપાત્ર નથી. હકીક્તમાં, ચીનમાં કરોડો કેસ હોવા છતાં, તેના દ્વારા ચેપ અને મૃત્યુના સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી.

૨૨ ડિસેમ્બરે જ શલ્લભએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાને કારણે કોઈ નવું મૃત્યુ થયું નથી. આ દિવસે, ચીનમાં કેસની સંખ્યા પણ માત્ર ૩,૭૬૧ હોવાનું નોંધાયું હતું. બીજી તરફ, ૨૧ ડિસેમ્બરના રોજ, ચીનમાં ૩૦૩૦ કેસ અને કોઈ જાનહાનિની વાત કરવામાં આવી હતી. હાલમાં, ચીનની સરકાર ફક્ત એવા લોકોના મૃત્યુ પર વિચાર કરી રહી છે જેમને શ્ર્વાસની સમસ્યા અથવા કોરોનાથી ન્યુમોનિયા થયો છે.

અહેવાલો અનુસાર, ચીનમાં અત્યાર સુધીમાં ૨૪ કરોડ ૮૦ લાખ લોકોને કોરોના હોવાની ખબર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની ૧૭.૫૬ ટકા વસ્તી પહેલા ૨૦ દિવસમાં જ વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. ચીનમાંથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલોની બહાર ભારે ભીડ જોવા મળે છે. અમૂક અહેવાલો મુજબ, હાલ ત્યાંના શબઘરોમાં પણ ભીડ જોવા મળી રહી છે.