બોલીવુડ ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ખુબ ઝડપથી પોતાની તપાસ આગળ વધારી રહ્યું છે. હાલમાં એનસીબીની ટીમે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી હતી. તો રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ ચુકી છે. અભિનેત્રી બાદ હવે એનસીબી અભિનેતાઓને ઘેરામાં લઈ શકે છે.
રિપોર્ટસ પ્રમાણે, બોલીવુડની અભિનેત્રીઓ બાદ એ-લિસ્ટ એક્ટર્સ એનસીબીની રડારમાં છે. ટીમ સતત આ એક્ટર્સ વિરુદ્ધ પહેલા ઇનપુટ અને પૂરાવા શોધી રહી છે. પૂરાવા મળવા પર પોતાની કાર્યવાહી શરૂ કરશે. તે પણ જાણવા મળી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીના 3 મોટા એક્ટર એનસીબીના નિશાના પર છે અને તેના ફોન સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે. આ લોકોની જલદી પૂછપરછ થઈ શકે છે. એનસીબીએ આ કેસની તપાસ માટે અમદાવાદ, ઈન્દોર, ચેન્નઈ અને બેંગલુરૂથી વધારાની ટીમ બોલાવી છે.
જાણવા મળી રહ્યું છે કે એનસીબી દીપિકા પાદુકોણ અને બીજી અભિનેત્રીઓના જપ્ત મોબાઇલ ફોનની તપાસ કરી રહી છે. તેના ફોનથી પિલીટ કરવામાં આવેલ ડેટાને રીટ્રિવ કરવામાં આવશે. મહત્વનું છે કે એનસીબીએ પૂછપરછ બાદ સારા અલીન ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણના ફોન જપ્ત કર્યાં હતા.
એનસીબીનું માનવું છે કે આ અભિનેત્રીઓનું સર્કલ એ-લિસ્ટર્સનું છે. તેવામાં જો તેની પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવતું હતું કે તેનું કોઈ સાથે કનેક્શન છે તો તેમાં અન્યમોટા નામ સામેલ હશે. અત્યાર સુધી તપાસમાં જ્યાં માત્ર હીરોઇનોના નામ સામેલ આવ્યા હતા, તો સમાચાર છે કે હવે એનસીબીના રડાર પર બોલીવુડના ઘણા મોટા એક્ટર્સે છે.