વડોદરામાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું: ’શિક્ષણનું ક્ષેત્ર ખૂબ જ પવિત્ર છે, ત્યાં આવી બાબતોથી બચવું જોઇએ’

વડોદરા,

વડોદરા શહેરની એમ.એસ.યુનિવસટીમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની નજીક જ એક યુવક અને યુવતી દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું છે કે, શિક્ષણના ક્ષેત્રમાં આવી બાબતોથી બચવું જોઇએ.

વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિય ખાતે આયોજીત રાષ્ટ્રીય કક્ષાની સત્તોડિયાની ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ થયો છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય વડોદરા ખાતે આવ્યા હતા. આ દરમિયાન એમ.એસ.યુનિવસટી ખાતે નમાઝ પઢવાના વાયરલ વીડિયો અંગેના સવાલનો જવાબ આપતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે શિક્ષણનું ક્ષેત્ર ખૂબ જ પવિત્ર ક્ષેત્ર છે. ત્યાં આવા પ્રકારની બાબતોથી બચવું (દૂર રહેવું) જોઇએ.

ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા એમ.એસ.યુનિવસટી ખાતે નમાઝ પઢવા અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જોકે બીજી તરફ ગઇકાલે રવિવારની રજાના મૂડમાં હોય તે પ્રકારે બીજા દિવસે ઘટનાની કોઈ ગંભીરતા ના હોય તે પ્રકારે યુનિવસટી સત્તાધીશો સોમવારે તપાસ કરાશે તેવો સૂર વ્યક્ત કર્યો છે. જે લોકો નમાઝ પઢી રહ્યા હતા તે યુનિવસટી બહારના હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુનિવસટીમાં મુખ્ય પ્રવેશવાના એક પણ ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા નથી. જેથી નમાઝ પઢનાર વ્યક્તિ કયાંથી પ્રવેશ કર્યો તે વિશે કોઇ જાણકારી મળવી મુશ્કેલ છે.

યુનિવસટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં અંદર બહાર એક સીસીટીવી નથી. જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હોત તો નમાઝ પઢનાર વ્યકતિઓના ચહેરા સ્પષ્ટ રીતે નજરે આવી શક્તા અને તે કોણ છે તેની ઓળખ થઇ શક્ત. યુનિવસટીના મુખ્ય ગેટ પર પણ સીસીટીવી કેમેરા લાગેલા નથી.

યુનિવસટીના સિક્યોરીટી જવાનોના મતે શનિવારે આ ઘટના બની ત્યારે એસવાય બીકોમની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીના કારણે ભારે ભીડ હતી. ઘણાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ આવી રહ્યા છે. કોઇ વિદ્યાર્થીના વાલી પણ હોય શકે છે તેવી શકયતાઓ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાતક જોશી દ્વારા નમાઝ પઢતા હોવાના વિડિયો વિશે યુનિવસટી સત્તાધીશો પાસે તપાસની માંગણી કરવામાં આવી છે. અને સોમવારે આ અંગે વીએચપી દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવનાર છે. આ ઘટના અંગે હજુ સુધી સત્તાધીશોના પેટનું પાણી હાલ્યું નથી. રવિવારની રજાના દિવસે સત્તાધીશો આરામ ફરમાવી રહ્યા હતા. યુનિવસટીની સીકયોરીટી પણ આરામની મુદ્રામાં નજરે પડી હતી.