હોમ લોનની વધતી EMIને કરવી છે ડાઉન? તો આજથી ફૉલો કરો આ 6 ટિપ્સ

  • 7 ડિસેમ્બરે રેપો રેટમાં 35 ટકાનો વધારો કર્યો હતો
  • જેથી બેંકોને લોન પર પોતાનો વ્યાજદર વધારવો પડ્યો 
  • એવામાં આ 6 રીતે ઓછી કરો હોમ લોનની EMI 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે 7 ડિસેમ્બર, 2022ના રોજ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જેના કારણે બેંકોએ લોન પરના વ્યાજ દરમાં વધારો કરવો પડ્યો હતો. વધતી જતી મોંઘવારીના દબાણના કારણે કેન્દ્રીય બેંકની સતત પ્રમુખ વ્યાજદરોમાં વધારાથી સૌથી વધારે નકારાત્મક રૂપથી સામાન્ય લોકો પ્રભાવિત થાય છે. 

તેથી વધતા વ્યાજ દરો વચ્ચે ઋણધારકો માટે EMIનો બોજ આસમાને પહોંચવા લાગ્યો છે. આવી સ્થિતિમાં ઋણ લેનારાઓએ શું કરવું જોઈએ અથવા તેમના EMI બોજને ઘટાડવા માટે તેઓએ કઈ રણનીતિ અપનાવવી જોઈએ, તેના માટે કેટલાક નિષ્ણાંતોએ એક બેઠક યોજી છે અને વધતા વ્યાજ દરોથી પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત દેવાદારો માટે અમુક રણનીતિઓને શેર કરવા માટે ભાગ લીધો છે. 

બેંકોએ EMI રેટમાં કર્યો વધારો 
ફિન્ટુના સ્થાપક CA મનીષ પી. હિંગરે જણાવ્યું હતું કે રેપો રેટ મે 2022 માં 4.0% થી વધીને ડિસેમ્બર 2022 માં 6.25% થયો છે, જેના પરિણામે બેંકોએ તેમના EMI રેટમાં વધારો કર્યો છે. જ્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ તેમના EMI રેટમાં વધારો કરે છે ત્યારે નવી લોનની સાથે ચાલું લોનના વ્યાજ દરોમાં પણ વધારો અને EMI ખર્ચમાં વધારા સાથે મોંઘી બને છે. જે વ્યક્તિના માસિક બજેટ પર નોંધપાત્ર અસર કરી શકે છે.  

આ 6 રીતે ઓછી કરો હોમ લોનની EMI

  1. 8.5% વ્યાજ પ્રતિ વર્ષ પર 20 વર્ષના કાર્યકાળના 50 લાખ રૂપિયાના દેવાની ઉપરોક્ત સ્થિતિનું ઉદાહરણ લો, અને 43,391 રૂપિયાની ઈએમઆઈ લો. જો તમે દર વર્ષે વધારાની EMI ચૂકવો છો, તો તમને વ્યાજ ખર્ચ પર 10.2 લાખ રૂપિયા સુધીની બચત થશે અને વધુમાં લોનની મુદતમાં લગભગ 3.3 વર્ષનો ઘટાડો થશે.
  2. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા વાર્ષિક પગારમાં વાર્ષિક વૃદ્ધિની સાથે દર વર્ષે તમારા માસિક EMIમાં ઓછામાં ઓછો 5% સુધી વધારા પર વિચાર કરો. આ તમને વ્યાજના ખર્ચ પર 19.5 લાખ રૂપિયા સુધીની બચત કરવામાં અને તમારી લોનની મુદત લગભગ 7.5 વર્ષ ઘટાડવામાં મદદ કરશે.
  3. હવે તમારી લોનની ચુકવણી માટે વધારાની એક વખતની ચુકવણી કરવા માટે તમારા વાર્ષિક પ્રોત્સાહન અથવા બોનસનો ઉપયોગ કરવા પર વિચાર કરો. 1 લાખની વધારાની વાર્ષિક ચુકવણી સાથે તમે વ્યાજ ખર્ચ પર 18.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો અને તમારી લોનની મુદત લગભગ 6 વર્ષ સુધી ઘટી જશે.
  4. જો તમારી આવક વધે છે તો તમે તમારી EMI પ્રમાણસર વધારી શકો છો. આ સાથે તમારી હોમ લોનની ચુકવણી ઝડપથી થઈ જશે. મતલબ સંપૂર્ણ સમયગાળા સુધી EMI આપવાની ઝંઝટથી તમને મુક્તિ મળી જશે. 
  5. હોમ લોન પર વ્યાજ દર ઘટાડવા માટે ગ્રાહક પોતાની હોમ લોન એકાઉન્ટની સાથે હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધાને પસંદ કરી શકે છે. આ સુવિધા હેઠળ તમારી EMI સિવાય તમે તમારા હોમ લોન ખાતામાં વધારાની રકમ જમા કરી શકો છો. ખાતામાં વધારાની રકમ રાખવાથી તમારી વ્યાજની રકમ અને લોનનો સમયગાળો ઘટશે.
  6. જો જરૂરી હોય તો તમે તમારા ખાતામાંથી આ વધારાની રકમ પણ ઉપાડી શકો છો. જો કે, હોમ લોન એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાથી તમારી લોન પર વ્યાજની રકમ વધી જશે. જો તમે તમારા EMI બોજને ઘટાડવા માંગો છો, તો હોમ લોન એવી બેંક અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં ટ્રાન્સફર કરો કે જેનો વ્યાજ દર ઓછો હોય. તેનાથી તમારી EMI રકમ ઘટી જશે.