અજય દેવગનની લાડલી ન્યાસા ક્રિસમસ પાર્ટીમાં હોટ અવતારમાં થઇ સ્પોટ

મુંબઇ,

બોલિવૂડની બિદાંસ અભિનેત્રી કાજોલ અને અભિનેતા અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન ઘણી મોટી થઈ ગઈ છે. તે છેલ્લા ઘણા સમયથી તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતે છે. હાલમાં જ ન્યાસા ક્રિસમસ પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે હોટ પિંક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ દરમિયાન તે એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. આ મિસ્ટ્રી બોય અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોવા મળ્યો છે.

વાસ્તવમાં આ મિસ્ટ્રી બોયનું નામ છે ઓરહાન અવત્રામણી. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઓરહાન એક એક્ટિવિસ્ટ છે. ઓરહાનના સોશિયલ મીડિયા પર તમને અન્ય ઘણા સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ સાથેના ફોટા જોવા મળશે. ઓરહાનના ફ્રેન્ડ લિસ્ટમાં સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, ન્યાસા દેવગન અને ઈશા અંબાણી સહિત અનેક સામેલ છે.

ક્રિસમસ નાઈટ પાર્ટીની વાત કરીએ તો, ન્યાસા દેવગને તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ઓરહાન અને ન્યાસાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રવિવારે સાંજે ન્યાસાને મુંબઈમાં પેપરજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરવા તે તેના મિત્રો સાથે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બેસ્ટિયન પહોંચી હતી. ન્યાસાનો ડીપનેક લૂક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ લુકમાં ચાહકોએ ન્યાસાને હોટ, ગોજયસ ગણાવી તો હંમેશની જેમ નેટીઝન્સે ન્યાસાના આઉટફિટ પર કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે વીડિયો અને તસવીરો નીચે કોમેન્ટ કરીને કાજોલ અને અજયને નિશાન બનાવ્યા હતા. એક યુઝરે લખ્યું, આ દિવસોમાં નેપોકિડ્સ શું પહેરે છે તે દુ:ખદ છે. અન્ય એક યુઝરે લખ્યું, મને આ છોકરી માટે ખરેખર દુ:ખ થાય છે, તે નથી જાણતી કે તે શું ઈચ્છે છે. આવો અભદ્ર ડ્રેસ.. માતાએ તેની પુત્રી પર થોડું યાન આપવું જોઈએ.

જ્યારે, બીજાએ લખ્યું- આ સ્ટાર કિડ્સ આવા કદરૂપા કપડા કેમ પહેરે છે!? અને તેમના માતા-પિતા એવું વર્તન કરે છે કે તેઓ ખૂબ કડક છે! તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરો!! જોકે, આ પહેલીવાર નથી જ્યારે ન્યાસા દેવગનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હોય. લોકો ક્યારેક તેના રંગને લઇને તો ક્યારેક તેના લુકને લઇને તેને ટ્રોલ કરે છે.

હાલમાં જ કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે તેની દીકરીને નેગેટિવિટિથી દૂર રહેવાની સલાહ આપે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જયારે ન્યાસા પાર્ટી બાદ બહાર નીકળી ત્યારે પેપરાજીએ તેને પોઝ આપવા કહ્યું. જો કે, ન્યાસા થોડી અસ્વસ્થ દેખાતી હતી. જે બાદ તે કારમાં બેસી ગઇ. જેને લઈને કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.