દાહોદ,
ઝાલોદ તાલુકાના મુણધા ગામે જરાત ફળિયામાં આવેલ અન્યની જમીન ગોલાણા ગામના છ જેટલા ઈસમોએ ગેરકાયદે દબાણ કરી ખેતી કરી બજલો કરી જમીન પચાવી પાડતાં આ મામલે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયાનું જાણવા મળ્યું છે.
ગોલાણ ગામના પરેશભાઈ વરસીંગભાઈ બારીયાના દાદા સકરીયાભાઈ સીસકાભાઈ બારીએ તેોના કુટુંબના બોડાભાઈ માલાભાઈ બારીયાની મુણધા ગામે આવેલ ખાતા નંબર 122(જુનો રે.સ.નં. 103/6) નવો સર્વે નં. 110 વાળી જમીન રૂા. 400માં વેચાણ રાખી હતી. તે પરેશભાઈ વરસીંગભાઈ બારીયાના દાદાના નામે ચાલતી આવેલ અને ત્યારબાદ પરેશભાઈ બારીયાના દાદા તથા તેમના ભાઈઓના નામે ચાલતી આવેલ તે જમીનમાં ગોલાણા ગામના બારીયા કુટુંબના ખુમાનભાઈ બોડાભાઈ બારીયા બારીયા માનસીંગભાઈ બોડાભાઈ, કસુભાઈ બોડાભાઈ બારીયા તથા ભરતભાઈ બોડાભાઈ બારીયાએ પરેશભાઈ વગેરેને તે જમીણમાં ખેતી નહીં કરવા દઈ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ખેતી કરી તે જમીન પચાવી પાડી હતી. આ સંબંધે ગોલાણા ગામના પરેશભાઈ વરસીંગભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ગોલાણા ગામના બારીયા કુટંબના ખુમાનભાઈ બોડાભાઈ, લીમજીભાઈ બોડાભાઈ, રસુલભાઈ બોડાભાઈ, માનસીંગભાઈ બોડાભાઈ, કસુભાઈ બોડાભાઈ, ભરતભાઈ બોડાભાઈ વિરૂધ્ધ લીમડી પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.