વોશિંગટન
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને મંગળની જમીનની અંદર એટલે કે નીચે ત્રણ સરોવરો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર ખૂબ મોટી મીઠાના તળાવ મળી આવ્યા હતા. આ તળાવ બરફની નીચે દટાયેલું છે. એટલે કે, ભવિષ્યમાં મંગળ ઉપર વસી શકાય છે જો તેના પાણીનો ઉપયોગ કરી શકાય તો.
યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ના સ્પેસક્રાટ માર્સ એક્સપ્રેસને ૨૦૧૮માં જે જગ્યાએ બરફની નીચે મીઠાના પાણીના તળાવની શોધ કરી હતી. આ તળાવ અંગેની માહિતી વધુ મજબૂત કરવા માટે ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી માર્સ એક્સપ્રેસ સેટેલાઇટ ૨૯ વખત તે વિસ્તારમાંથી પસાર થયું. આ વિસ્તારની આજુબાજુ તેને ફરીથી વધુ ત્રણ સરોવરો જોવા મળ્યા છે. આ ત્રણ તળાવો માટે અવકાશયાનને ૨૦૧૨ અને ૨૦૧૯ ની વચ્ચે ૧૩૪ વખત અવલોકન કરવું પડ્યું છે.
મંગળની સપાટી પર પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યું છે. આ અહેવાલ વિજ્ઞાન મેગેઝીન નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ૨૦૧૮માં શોધવામાં આવેલા તળાવ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર આવેલ છે. આ તળાવ અંદાજે ૨૦ કિલોમીટર પહોળુ છે. આ મંગળ ગ્રહ પર જોવા મળેલ અત્યાર સુધીનો સૌથી મોટો જળસંગ્રહ છે.
રોમ યુનિવર્સિટીના એસ્ટ્રોસાયન્ટિસ્ટ એલના પેટીનેલીએ જણાવ્યું હતું કે અમે બે વર્ષ પહેલાં શોધી કાઢેલ તળાવની આજુબાજુ વધુ ત્રણ તળાવો શોધી કાઢયા છે. મંગળ પર પાણીના સ્ત્રોતોની ખૂબ જ દુર્લભ અને ગાઢ પેટર્ન દેખાય છે. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહૃાા છીએ. અગાઉ સંશોધન દ્વારા મંગળની સપાટી પર પ્રવાહી પાણીના સંભવિત સંકેતો મળ્યાં હતાં.
મંગળ એક સૂકો અને વેરાન ગ્રહ નથી જેમ કે પહેલાં વિચારાતું હતું. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં પાણી પ્રવાહી અવસ્થામાં મંગળ પર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક લાંબા સમયથી એવું માની રહૃાા હતા કે કયારેક આખા લાલ ગ્રહ પર પાણી ભરપૂર માત્રામાં વહેતું હતું, ત્રણ અબજ વર્ષ પહેલાં જળવાયુમાં આવેલા મોટા ફેરફારોના લીધે મંગળનું આખું રૂપ બદલાઇ ગયું.