
દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા 45 વર્ષીય બાબુભાઈ સળુભાઈ ગરાસીયાએ ગતરોજ અગમ્ય કારણોસર પોતાના ઘરના ઓસરીમાં લાકડાના સરા સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું.
આ બાબતે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના સ્ટેશન ફળિયા માં રહેતા સળુભાઈ ગવજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરી હતી. જેના પગલે ફતેપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને મૃતકની લાશનો કબજો મેળવીને ફતેપુરા સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ અંગેની તજવીજ હાથ ધરી હતી.
આમ ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે 45 વર્ષીય પુરૂષે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં લાકડાના સરા સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.