
ગોધરા,
ગોધરા-ઈન્દોર હાઈવે રોડ ઉપર કેમીકલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં કેમીકલ રોડ સાઈડમાં ઠલવાતાં લોકો ડીઝલ સમજી વાસણોમાં લઈને દોડયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા-ઈન્દોર હાઈવે રોડ ઉપર થી કેમીકલ ભરેલ ટેન્કર મધ્યપ્રદેશથી સેલવાસ જઈ રહ્યું હતું. ત્યારે ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. કલર બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમીકલ રોડ સાઈડમાં ઠલવાતા આસપાસના લોકો ડીઝલ સમજીને વાસણો લઈને દોડયા હતા. ટેન્કર પલ્ટી જવાની ધટનામાં સદ્દનસીબે જાનહાનિ થવા પામી ન હતી.