સંજેલી,
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે તુલસી પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના નાના બાળકોએ બે હાથ જોડીને તુલસીને પ્રણામ કર્યા હતા બાળકોને તુલસી વિશેનું મહત્વ સમજાવી અશ્વિનભાઈ સી.સંગાડાએ સ્પીચ રજૂ કરીને તુલસી વિશેની માહિતી આપી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું અને તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.