મોરવા(હ),
મોરવા(હ) ગામે હડફ નદીના પુલ પાસે ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી બાઈકને ટકકર મારતાં બાઈક ચાલકને પાછળ બેઠેલ બે વ્યકિત રોડ ઉપર ફેંકાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરવા(હ)ના હડફ નદીના પુલ ઉપર મહિન્દ્રા મરાજો ગાડી નં.જીજે.17.બીએચ.3246ના ચાલકે પોતાનું ગાડી પુરઝડપે હંકારી લાવી બાઈક નંંબર જીજે.06.એલપી.6176 ટકકર મારી હતી. બાઈકને ટકકર મારતાં બાઈક ચાલક મહેશભાઈ ભારતસિંહ સંંગાડા માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંંચાડી હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલ હિંમતસિંહ બારીયાના કપાળના ભાગે ડાબા હાથના પંજાના ભાગે ઈજાઓ કરી ફેકચર કરી ગાડી ચાલક નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંંધાવા પામી છે.