- અડવાણી,જોષી,ભારતી સહિતના ૩૨ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા ફરમાન
બાબરી મસ્જિદ તોડી પડાયાના ૨૮ વર્ષ જૂના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટ આવતીકાલે તા.૩૦ સપ્ટેમ્બરે અંતિમ નિર્ણય સંભળાવશે. સીબીઆઈ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે આ મામલે અંતિમ નિર્ણય આપવા માટે ૩૦મી સપ્ટેમ્બર નક્કી કરી હતી.
સીબીઆઈ કોર્ટે ચુકાદાના દિવસે ભાજપ્ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણિંસહ, ઉમા ભારતી, વિનય કટીયાર, સાક્ષી મહારાજ, સાધ્વી રિતંભરા, વિહિપ નેતા ચંપતરાય સહિત તમામ ૩૨ આરોપીને હાજર રહેવા તાકીદ કરી છે. સીબીઆઈના વકીલ લલિતિંસહે જણાવ્યું કે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બન્નેની દલીલો ૧ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી.. ત્યાર બાદ વિશેષ જજે ચુકાદો લખવાનું શરૂ કરી દીધું હતું. બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં સીબીઆઈએ ૩૨૧ સાક્ષી અને ૬૦૦ દૃસ્તાવેજી પુરાવા રજૂ કરી દીધા છે. અયોધ્યામાં કાર સેવકોએ ૬ ડિસેમ્બર ૧૯૯રના રોજ બાબરી મસ્જિદ તોડી પાડી હતી જે કેસનો ચુકાદો ૨૮ વર્ષ બાદ આવી રહૃાો છે. ગત મહિને સુપ્રીમકોર્ટે બાબરી મસ્જિદ ડિમોલિશન કેસની સુનાવણી કરી રહેલી વિશેષ સીબીઆઈ કોર્ટની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.
સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદનાં વિવાદીત માળખાને તોડી પાડવાને ગુનો કહૃાો હતો. કોર્ટના મતે આ ઘટનાએ સંવિધાનની ધર્મ નિરપેક્ષ છબીને ખરડાવી છે. સુપ્રીમ કોર્ટે વીઆઈપી આરોપીઓ વિરુદ્ધ ગુનાઇત ષડયંત્રના આરોપ્ને બહાલ કરવાની સીબીઆઈની અરજીને સ્વીકારી હતી. એપ્રિલ ૨૦૧૭માં સુપ્રીમકોર્ટે રાયબરેલીમાં ચાલી રહેલા આ કેસને સીબીઆઈની વિશેષ કોર્ટમાં સ્થળાંતરની મંજૂરી આપી હતી.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ થવાના ત્રણ કારણ જણાવ્યા છે. આ કારણોમાં એક છે કે તેઓ બાબરી મસ્જિદના મામલે ઉત્તર પ્રદેશમાં કોર્ટમાં હાજર થવા માગે છે.
બાબરી વિધ્વંસ મામલામાં લખનઉમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કાલે ચુકાદો સંભળાવશે. ૨૮ વર્ષ જૂના આ કેસમાં ઉમા ભારતી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોગર જોષી સહિત અન્ય આરોપીઓ છે.