
નવીદિલ્હી,
ભારતને ૮થી ૯ ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરતા હજી ૨૦ વર્ષ લાગશે ભારતને પાંચ ટ્રિલિયનની ઈકોનોમી બનાવવી એ ટૂંકાગાળાનો યોગ્ય આશાસ્પદ ગોલ છે.
આમ છતાં ભારત માથાદીઠ ૩૪૭૨ ડૉલરની આવક સાથે મધ્યમ આવક ધરાવતો દેશ ઓળખાઈ રહ્યો છે તેમ આરબીઆઈનાં પૂર્વ ગવર્નર સી રંગરાજને જણાવ્યું હતું. ભારતે અપર મીડલ ઈક્ધમ ધરાવતો દેશ બનવા હજી બે વર્ષ લાંબી મજલ કાપવી પડશે તેની માથાદીઠ આવક વધારીને ૧૩,૨૦૫ ડૉલર કરવી પડશે. ભારતને આ સ્તરે પહોંચવા અને ૮થી ૯ ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરતા હજી ૨૦ વર્ષ લાગશે આઇસીએફએઆઇ ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશનનાં ૧૨મા પદવીદાન સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે, કુલ ઉત્પાદનનાં સંદર્ભમાં ભારત વિશ્ર્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે. તે એક સારી સિધિ છે. જો કે માથાદીઠ આવકની રેન્કમાં મુજબ ૧૯૭ દેશમાં તેનો ૧૪૨મો નંબર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષોમાં ભારતનું અર્થતંત્ર મજબૂત બન્યું છે.
નીતિનાં ઘડનારાઓએ તત્કાળ ભારતનો ગ્રોથ રેટ વધારવા પર ભાર મુકવાની જરૂર છે. ૫ ટ્રિલિયન ઈકોનોમી એ ટૂંકાગાળાનો યોગ્ય આશાસ્પદ ગોલ છે. માથાદીઠ આવક વધારવા આપણે હજી લાંબી મજલ કાપવી પડશે. કોવિડ પછી અને યુક્રેન રશિયા યુદ્ધ પછી ભારતનાં ભાવિ વિકાસ માટે સ્પષ્ટ રોડમેપ ઘડવો પડશે. શરૂઆતમાં ૭ ટકાનો ગ્રોથ રેટ સતત હાંસલ કરવો પડશે. તે પછી ધીમેધીમે ૮ અને ૯ ટકાનો ગ્રોથ હાંસલ કરવો પડશે.