કાંકરેજના રાણકપુર નજીક અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ચાર વ્યક્તિના મોત

પાલનપુર,

બનાસકાંઠાના શિહોરી- રાધનપુર નેશનલ હાઈવે પર મોડીરાતે અકસ્માત થયો. રાણકપુર નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર સવાર ચાર વ્યક્તિના મોત થયા છે. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે થરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃત્તકો કાંકરેજના ઉણ ગામના રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે.તો આ તરફ મહેસાણાના કડીના ડરણ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરપાટ ઝડપે જતી કારચાલકની અડફેટે એક રાહદારીનું મોત થયુ છે. ડરણ ગામની ચોકડી પર આ ઘટના બની છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.