
અમદાવાદ,
નાતાલની આગલી રાત્રે ખ્રિસ્તી ધર્મના પરિવારોએ રાત્રે ક્રિસમસની ઉજવણી કરી હતી. ખ્રિસ્તી સમાજના તમામ લોકોએ પોતપોતાના ઘરે કેક બનાવી અને તમામ પરિવારોને વહેંચીને ક્રિસમસની વધામણી આપી હતી. દીવમાં ખ્રિસ્તી સમુદાયના ૫૦ જેટલા પરિવારો વસે છે. તમામ પરિવારોએ તેમના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલા ઐતિહાસિક સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના લોકો એ ભવ્ય રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. ચર્ચ ખાતે ભગવાન ઇસુ ખ્રિસ્તની પ્રતિમા સામે લોકોએ ક્રિસમસની વિશેષ પ્રાર્થના કરી હતી. દીવમાં ખ્રિસ્તીજનોની વસ્તી વધારે હોવાથી નાતાલનો ખૂબ સુંદર માહોલ જોવા મળ્યો હતો. ખ્રિસ્તી સમુદાયના લોકોએ નવા રંગબેરંગી વો પહેરીને દિવ ખાતેના ઐતિહાસિક ૬૦૦ વર્ષ જૂના સેટ પોલ ચર્ચ ખાતે તમામ ખ્રિસ્તી સમાજના લોકો એકત્રિત થઈ ઈસુ ભગવાનને પ્રાર્થના કરી હતી.
નાતાલની આગલી રાત્રે ખ્રિસ્તી ધર્મના પરિવારોએ રાત્રે ક્રિસમસની ઉજવણી કરી હતી. ખ્રિસ્તી સમાજના તમામ લોકોએ પોતપોતાના ઘરે કેક બનાવી અને તમામ પરિવારોને વહેંચીને ક્રિસમસની વધામણી આપી હતી. દીવમાં ખ્રિસ્તી સમુદાયના ૫૦ જેટલા પરિવારો વસે છે. તમામ પરિવારોએ તેમના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા હતા. સવારે સમૂહમાં ઈસુ ભગવાનને પ્રાર્થના કરી હતી. અહીં વિશેષતા એ છે કે ખ્રિસ્તી સમાજના લોકો સાથે નાતાલપર્વ ની ઉજવણી કરવા સેટપોલ ચર્ચ ખાતે દિવ માં કોઈ પણ ભેદભાવ વગર તમામ હિન્દુ તેમજ અન્ય ધર્મના લોકો પણ એકઠા થયા હતા.અને એક બીજા ને ક્રિસમસ ની વધામણી આપી ભવ્ય તરીકે ઉજવણી કરીને રાષ્ટ્રીય એક્તા દેખાડી હતી.
મહામારી કોરોના ની દહેશત વચ્ચે પણ નાતાલ ની રજા ઓ માં સોમનાથ હાઊસ ફુલ થયું છે. મંદીર ટ્રસ્ટ દ્રારા તમામ સાવચેતી ના પગલા ઓ લેવાયાં છે. તેમ છત્તા રહેવા જમવા દર્શન સહીત જગ્યા ઓ પર ભારે ટ્રાફીક છે.સૌ ની સોમનાથ મહાદેવ ને એકજ પ્રાર્થના છે આ કે મહામારી વીદાય લે. નાતાલ ની રજાઓ માં સૌરાષ્ટ્રના પ્રવાસન અને ધામકસ્થાનોમાં મોટી સંખ્યામં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેમાં સોમનાથ દ્રારકા સાસણ દીવ સહીત સ્થાનો ઉપર પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગરદર્શન, લીલાવતી, મહેશ્ર્વરી સહીતના અતિથી ગૃહો ભરચક જોવા મળી રહ્યા છે.આજે આખા દેશમાં નાતાલનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખ્રિસ્તી ભાઈ બહેનોને નાતાલના પર્વની શુભેચ્છાઓ આપી હતી.
આજે ગુજરાતભરમાં વસતા ખ્રિસ્તી પરિવારોએ નાતાલની ઉજવણી કરી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં પણ નાતાલ તથા નવા વર્ષ નિમિત્તે અવનવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આજથી ખૂબ જાણીતા કાંકરિયા કાનવલની શરૂઆત થશે આ કાનવલ તથઆ રોશની જોવા માટે લોકો દૂરદૂરથી ઉમટી પડતા હોય છેય