શહેરાના સદનપુર ગામે પતિના ત્રાસથી કંટાળી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

શહેરા,
શહેરાના સદનપુર ગામ ખાતે પરણીતાએ પતિના ત્રાસથી ઘર ના મોભ ઉપર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક પરણીતાના પિયર પક્ષની ફરીયાદના આધારે શારીરિક-માનસિક ત્રાસ આપનાર પતિ સામે ૩૦૬ કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.

શહેરા તાલુકાના સદનપુર ગામ ખાતે રહેતા પ્રવીણ પ્રતાપ પગી ના લગ્ન ૧૭ વર્ષ પહેલા તાલુકાના મંગલિયાણા ગામ ખાતે હંસાબેન સાથે થયા હતા. પરણીતાને તેનો પતિ પ્રવીણ અવારનવાર કોઇને કોઇ બાબતે ઝઘડો કરતો હોવાથી તે કંટાળી ગઈ હતી. જ્યારે હંસાને ત્રણ સંતાનો હોવાથી પોતાનુ ઘરના ભાગે અને ત્રણ બાળકોને પિતાનો સહારો છીનવાઈ જાય નહી તે માટે સાસરીમાં રહેતી હતી. પતિ-પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થતા પરણિતાને મનમાં લાગી આવતા તેને ઘરના મોભ ઉપર ગળે ફાંસો ખાઈને પોતાનુ જીવન ટૂંકાવી દીધું હતુ. પરણીતાના પિયર પક્ષને બનેલા બનાવની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. પોલીસ પણ બનાવ સ્થળ ખાતે આવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પોલીસ સમક્ષ પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે પરણીતાની લાશ ને પીએમ કરીને લાશને પરીવારજનોને સોંપી હતી. પોલીસ મથક ખાતે મરણ થયેલ હંસાના પિયર પક્ષના ભુપેન્દ્ર કુમાર ભારતસિંહ પગીએ ફરિયાદ આપતા પોલીસે શારીરિક-માનસિક ત્રાસ સહિત ૩૦૬ કલમ મુજબ ગુનો નોંધીને પરણીતા ના પતિ પ્રવિણસિંહ પ્રતાપભાઈ પગી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ બનેલા બનાવ મા થોડીવાર ના ગુસ્સા ના કારણે ત્રણ બાળકો એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યારે નાનકડા ગામ મા ચકચાર મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *