દે.બારીઆ,
દે.બારીઆ શહેર રાજવી સમયનું પંચમહાલનું પેરીસ ગણવામાં આવતું હતું. દેવગઢ બારીઆ શહેરા સ્ટેટ મહારાજા જયદીપસિંહજીના પૂર્વજો એ દેવગઢ બારીઆ શહેર વસાવ્યો હતો. તે સમયે શહેરનું સુંદર રીતે આર્ટીટેક કારીગરી અદભૂત જેવી હોય રાજ મહેલ, સાગર મહેલ, લાલ બગલો, વિકટરી સર્કલ આજે પણ સુંદર છે. દેવગઢ બારીઆનું નાક ગણાતું ટાવર જે દેવગઢ બારીઆ શહેરના ગમે તે ખૂણા તેમજ રસ્તાની ચોકડીનો અલગ દીશા માંથી જુઓ તો તેનો સમય સ્પષ્ટપણે દેખાય જાય છે.પરંતુ છેલ્લા એક વર્ષથી ટાવર ઘડીયાળ બંધ છે. તેમાંની લાઈટો જે યુએસમાં સ્થાઈ શહેરના વાણીયા સમાજના સુપુતોએ કલર કામ સાથે સુંદર ડેકોરેશન લાઈટ થી સજાવ્યો હતો. તેને નગરપાલિકાના આળસુ કર્મીઓ સાચવી શકયા નથી. આ ટાવરરૂપી ઘરોહરને સારા કોઈ કારીગરને બતાવી પૂન: ચાલુ કરવા માટે દેવગઢ બારીઆની આમ જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : મોં.હુસેન મકરાણી