ગોધરા,
વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જારી છે. દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અવશ્ય ઉપયોગ સાથે ધંધા રોજગારમાં બગીચા રોડ ઉપર ખાણીપીણીની લારીઓ મોટા પ્રમાણમાં ઉભી રહે છે બગીચા રોડ ઉપર ઉભી રહેતી ચાઇનીઝ લારીઓ ઉપર ટોળા વળતા લોકો વચ્ચે સોશિયલ ડીસ્ટનસ જળવાતું નથી ત્યારે માંડ-માંડ પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરીને મોડી સાંજે ચાઇનીઝ લારીઓ અને અન્ય નાસ્તા પાણીની લારીઓ વાળાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના મહામારીના અનલોક-૪માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અવશ્ય ઉપયોગ સાથે ધંધા રોજગારમાં છુટછાટ આપવામાં આવી છે. કોરોના મહામારીના લોકડાઉનથી બંધયેલ નાસ્તાની લારી ખુમયાઓને કોવિડના નિયમોના પાલન સાથે છુટછાટ અપાઇ હતી. ગોધરા શહેરમાં પણ અનલોક-૩ અને ૪ બાદ નાસ્તાની લારીવાળાઓને શોસિયલ ડીસ્ટન્સ જાળવીને ધંધો કરવા માટે છુટછાટ આપવામાં આવી હતી. તેમ છતાં નાસ્તાની લારીઓ ફરસાણની દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સ નહી જાળવીને કોરોના મહામારીની અનદેખી કરીને કોરોના સંક્રમણના કેસ વધે તે રીતે નાસ્તાની લારીઓ ઉપર ટોળાઓ જોવા મળે છે. શહેરના બગીચા રોડ ઉપર મોડી સાંજે ચાઇનીઝ અને સમોસા-કચેરી, દાબેલી ભેળ ની લારીઓ મોટા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવે છેે. હાલ કોરોના મહામારીમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે છતાં ચાઇનીઝ લારીઓ તેમજ અન્ય નાસ્તાની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહ્યું ન હોય ત્યારે આજ રોજ પોલીસ વિભાગ દ્વારા બગીચા રોડ ઉપર આવેલ ચાઇનીઝ લારીઓ તેમજ અન્ય નાસ્તાની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સ નહી જાળવતા લારીઓ વાળાઓની અટકાયત કરવામાં આવી છે.
ગોધરા બગીચા રોડ ઉપર નાસ્તાની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા કાર્યવાહી કરવામાં આવતાં ધંધાદારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.