આરએરએસ પહેલીવાર દિલ્હીમાં ક્રિસમસ ડિનર કરશે

  • કાશ્મીરથી કેરળ સુધીના ચર્ચના વડાઓ આવશે; સંઘ-ભાજપથી અંતર રાખવું હિતાવહ નથી.
  • જમ્મુ-કાશ્મીર… ખ્રિસ્તી પ્રતિનિધિઓને આમંત્રણ આપીને મોટો દાવ લગાવ્યો છે.

નવીદિલ્હી,

સંઘ પરિવાર ખ્રિસ્તી સમુદાયને જોડવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે પહેલીવાર કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા શુક્રવારે દિલ્હીના મેઘાલય હાઉસમાં ક્રિસમસ ડિનરનું આયોજન કરશે. ઇજીજી સાથે જોડાયેલા નેશનલ ક્રિશ્ર્ચિયન ફોરમના આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધીના ચર્ચના વડાઓ ભાગ લેશે. ઇજીજીના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપે એવી શક્યતા છે. આવું પહેલીવાર થશે, જ્યારે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની તરફથી ઉત્તરપ્રદેશ અને મયપ્રદેશના ચર્ચ પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા થોડા સમયથી પાદરીઓ, ચર્ચો અને ખ્રિસ્તીઓના અમુક સંસ્થાઓમાં હુમલાની ઘટનાઓ સામે આવી છે.

ભાજપના નેતાઓ માને છે કે ચર્ચ અને ચર્ચના વડાઓએ પણ રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. ખ્રિસ્તી સમુદાયનું એમ પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વખત મોટી જીત પછી આરએરએસ અને ભાજપ સાથે અંતર રાખવું યોગ્ય નથી. આરએસએસ પરિવારે ચર્ચના વડાઓને વોટ બેંકની રાજનીતિનો હિસ્સો ન બનવા જણાવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ખ્રિસ્તી પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી વસતિને યાનમાં રાખીને તેને ઇજીજીનો મોટો રાજકીય દાવ પણ માનવામાં આવી રહ્યો છે. ૨૦૧૧ની વસતિ ગણતરીના આંકડા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં અંદાજે ૧.૨૫ કરોડની વસતિમાં અંદાજે ૩૬ હજાર ખ્રિસ્તીઓ છે. કેરળની ૩.૫ કરોડની વસતિમાંથી લગભગ ૧૮% ખ્રિસ્તી મતદારો છે. ભાજપ આ રાજ્યમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહી છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં ૧૧.૩ ટકા વોટ મળ્યા હતા. જ્યારે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ૧૦.૫૩ ટકા વોટ મળ્યા હતા.

અહીં ૭૦% વસતિ ખ્રિસ્તીઓની છે. આ રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્વોત્તરની ધર્મસભાઓમાં તેમના ભાષણમાં ખ્રિસ્તી નેતા પોપ ફ્રાન્સિસની ભારતની પ્રસ્તાવિત મુલાકાતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.ભાજપે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીની તૈયારીઓ માટે ૨૦૪ નબળી બેઠકોની ઓળખ કરી છે. ૨૮-૨૯ ડિસેમ્બરે હૈદરાબાદમાં તેમને કેવી રીતે જીતવું એ વિશે રણનીતિ નક્કી કરવામાં આવશે. બિહારમાં ૨૧-૨૨ ડિસેમ્બરે યોજાનારી બીજી બેઠકમાં રાજ્યની ૪૦ લોક્સભા બેઠકોની સમીક્ષા કરવામાં આવશે. અહીં ૪૦માંથી ૨૨ બેઠકો સામાજિક અને જ્ઞાતિ સમીકરણની દૃષ્ટિએ નબળી શ્રેણીની માનવામાં આવે છે. આ સિવાય દક્ષિણનાં રાજ્યોની ૮૪ બેઠકને નબળી માનવામાં આવી છે.

૨૦૨૪ની લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વૃદ્ધોની મદદ માટે એક મોટી યોજના બનાવી છે. મ્ત્નઁ દેશના લગભગ ૧૩ કરોડ વૃદ્ધોની એવી લિંક બનાવવા માગે છે, જે ૨૦૧૯માં જીતેલી સીટો પર વોટ શેર વધારી શકે અથવા સીટો જીતવા માટે ઓછા પડતાં વોટના ગેપને પૂરો કરી શકે છે.૨૦૧૯માં હારી ૧૪૪ સીટો, મોદી ૪૦ જગ્યાએ મેગા રેલી કરશે; નડ્ડા-શાહને ૧૦૪ સીટની જવાબદારી.

૨૦૨૪માં યોજાનારી લોક્સભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે પાર્ટી ૨૦૧૯માં હારેલી ૧૪૪ લોક્સભા સીટ પર રેલીઓ કરવાની યોજના બનાવી રહી છે. આમાંથી ૪૦ લોક્સભા સીટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪૦ મોટી રેલીઓ કરશે. બાકીની બેઠકો પર ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મોટા નેતાઓ રેલીઓ કરશે.