કોવિંડ વિજય રથ દ્વારા પંચમહાલ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાનની શરૂઆત

ભારત સરકારના સૂચના અને પ્રસારણ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી કૉવિડ૧૯ જાગૃતિ વિજયરથને ગોધરા શહેરમાંથી જાગૃતિયાત્રા આગળ ધપાવવા માટે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને આ રથ દ્વારા કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

ભારતમાં દિન પ્રતિદિન કોરોના કેસોની સંખ્યમાં વધારો જોવા મળી રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં નોંધાતા મોટાભાગના કોરોના કેસ જાગૃતિના અભાવે એકબીજાના સંપર્કમાં આવવાથી વધી રહ્યા છે, લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે અને કોરોના સંક્રમણના ઘટાડો થાય તે માટે યુનિસેફ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્યના કૉવિડ વિજયરથ નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં ફરી રહેલા વિજયરથનું પંચમહાલ જિલ્લામાં આગમન થયું હતું, જેમાં આ વિજયરથ નું આજે ગોધરા શહેરના ગાંધીચોક ખાતેથી જિલ્લા વરિષ્ઠ પત્રકાર અજયભાઈ પંચાલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ અંતર્ગત કોરોના અંગેનું લોકગીત પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, તદ્પરાંત શહેરીજનોને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આગામી દિવસો દરમ્યાન આ કૉવિડ 19 વિજયરથ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને નોવેલ કોરોના વાયરસ અંગે સતર્કતાના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરશે, અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૮૧ કોરોના કેસ નોંધાયા છે, જે પૈકી ૪૭૫ જેટલા કોરોના કેસ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવ્યા છે, ત્યારે આ વિજયરથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે.