પટણા,
કોરોના એકવાર ફરી લોકોને ડરાવવા લાગ્યો છે.નવા વેરિએટ મળ્યા બાદ સરકાર પણ તેને લઇ એલર્ટ થઇ ગઇ છે.આ મુદ્દા પર મુખ્યમંત્રી નીતીશકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ પણ કરી હતી ત્યારે હમ પ્રમુખ જીતન રામ માંઝીએ તેને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલાહ આપી છે.તેમણે કહ્યું કે ચીનથી તમામ ફલાઇટ્સ પર રોક લગાવી દેવામાં આવે આ રાષ્ટ્રહિતમાં જ તમારૂ પગલુ હશે.
કોરોનાએ લઇ જીતન રામ માંઝીએ એક ટ્વીટ કર્યું હતું તેમણે લખ્યું હતું કે ચીનમાં કોવિડના કહેરને જોતા હું કેન્દ્ર સરકાર અને મા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરૂ છું કે અવિલંબ ચીનથી આવનારા તમામ ફલાઇટ્સ પર રોક લગાવી દે જેથી ચીનની મહામારી ભારતમાં ના ફેલાઇ શકે આ રાષ્ટ્રહિત પણ હશે.
બીજીબાજુ કોરોનાને લઇ રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે.મુખ્યમંત્રી નીતીશકુમારે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર એવા સમયમાં કોવિડ ૧૯ના મામલામાં નવા વધારા પર ચિંતા વ્યકત કરી રહી છે જયારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ ગતિ પકડી લીધી છે.જયારે કોરોનાને લઇ આરોગ્ય મંત્રી મનસુખ માંડલિયાએ રાહુલ ગાંધીને પત્ર પણ મોકલ્યો છે.તેમણે તેમની યાત્રાને લઇ કહ્યું કે જો કોરોના ગાઇડલાઇન પાલન થઇ રહ્યું નથી તો તેને સ્થગિત કરી દો. તેને લઇ રાહુલ ગાંધીએ પણ આરોગ્ય મંત્રીના પત્ર પર પ્રતિક્રિયા આપી છે.રાહુલ ગાંધીએ કહ્યું કે મને પત્ર લખવામાં આવ્યો છે કે યાત્રા બંધ કરો કોવિડ આવી રહ્યો છે પરંતુ આ યાત્રા રોકવા માટે બહાના બનાવવામાં આવી રહ્યાં છે.તેમણે કહ્યું કે તમે જેટલો પ્રયાસ કરી લો અમે તુટવાના નથી.