ઉત્તરાખંડમાં તાકિદે પોલીસ કર્મચારીઓની ભરતી કરાશે : મુખ્યમંત્રી પુષ્કર ધામી

દહેરાદુન,

ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ત્રણ દિવસીય મીટની શરૂઆત કરી.આ પ્રસંગ પર મુુખ્ય અતિથિ તરીકે પુુષ્કર સિંહ ધામી પોલીસ મુખ્ય મથકે પહોંચ્યા હતાં આ દરમિયાન ડીજીપી અશોકકુમાર અને અપર મુખ્ય સચિવ ગૃહ રાધા રતુડી સહિત ઉત્તરાખંડના તમામ પોલીસ અધિકારી હાજર રહ્યાં પોલીસ મીટની શરૂઆતમાં પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રી ધામીની સામે પોલીસના પડકારો અને સમાધાન વિષય પર પ્રેજેમંટેશન આપી ત્યારબાદ ધામીએ પણ પોલીસ અધિકારીઓને સંબોધીન કર્યું હતું.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દરમિયાન મીડિયાથી વાત કરતા કહ્યું કે ઉત્તરાખંડ પોલીસની પ્રશંસા કરી અને કહ્યું કે પોલીસ સારા કામ કરી રહ્યાં છે. પ્રદેશમાં અપરાધ અને કાનુન વ્યવસ્થા દેશના અનેક રાજયોથી સારી છે.મુખ્યમંત્રીએ પોલીસ કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું કે અમારી પોલીસ પારદર્શી વ્યવસ્થા પ્રમાણે કામ કરે છે કોઇ પણ ઘટના માટે પોલીસનું રિસ્પાંસ ટાઇમ ઓછામાં ઓછા હોય પોલીસના આધુનિકીકરણ માટે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકાર તેના પર પણ કાર્ય કરી રહી છે. તાકિદે જ પોલીસ કર્મચારીઓની ભરતી પણ કતરવામાં આવશે જેથી પોલીસ કર્મચારીઓની કમીને પુરી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ધામીએ નૈનીતાલ હાઇકોર્ટ દ્વારા અંકિતા ભંડારી હત્યા મામલાની સીબીઆઇ તપાસ અરજી રદ કરવા અને એસઆઇટી તપાસ પર વિશ્ર્વાસ વ્યકત કરવાના નિર્ણયનો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્વાગત કર્યું છે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું કહેવુ છે કે અંકિતાની હત્યાની ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી છે.સરકારનો પ્રયાસ છે કે અંકિતા હત્યાકાંડ મામલાના આરોપીઓને કડકમાં કડક સજા મળે.

આ પ્રસંગ પર પ્રદેશના ડીજીપી અશોકકુમારે કહ્યું કે પોલીસ મીટ દરમિયાન પ્રદેશના તમામ પોલીસ અધિકારી આગામી ચાર દિવસ પ્રદેશની સ્થિતિ અને પોલીસના પડકારો પર ચર્ચા કરશે પ્રદેશમાં કેવી રીતે અપરાધ અને કાયદો વ્યવસ્થાના મામલામાં વધુ દક્ષતા લાવવામાં આવે તેમણે કહ્યું કે પોલીસ મીટ દરમિયાન જનતાની સાથે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જનતાના પણ સુચન લઇ પોલીસની દક્ષતાને વધુ મજબુત કરવા તરફ કાર્ય કરવામાં આવશે.