મુખ્યમંત્રી શિંદે પર નાગપુરમાં બિલ્ડરો પર લાભ પહોંચાડવાનો આરોપ લગાવી વિરોધ પક્ષોએ રાજીનામુ માંગ્યું

  • શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે તેમણે કોઇ પણ રીતના ભ્રષ્ટ્રાચાર અથવા અનિયમિતતા કરી નથી : શિંદેં

નાગપુર,

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નાગપુર ભૂમિ ફાળવણી મામલાને લઇ ભારે હંગામો થઇ રહ્યો છે અને વિરોધ પક્ષો સતત હંગામાને કારણે વિધાન પરિષદને સ્થગિત કરવામાં આવે છે. વિરોધ પક્ષોના સભ્યોએ મુખ્યમંત્રી શિંદેના રાજીનામાની માંગ કરી હતી.તેમની આ માંગ બોમ્બે હાઇકોર્ટ દ્વારા મામલા પર યથાસ્થિતિનો આદેશ આપ્યાના કેટલાક દિવસો બાદ આવી છે.

વિરોધ પક્ષોનો આરોપ છે કે એપ્રિલ ૨૦૨૧માં જયારે એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા તે સમયે તેમણે આ વિવાદિત જમીનની ફાળવણી પર મહોર લગાવી હતી વિરોધ પક્ષ એમવીએ અનુસાર તે સમયે પાંચ એકર જમીન સરકારી જમીનની કીમત ૮૩ કરોડ હતી. પરંતુ પોતાના નજીકના બિલ્ડરોને શિંદેએ ફકત ૨ કરોડમાં જામીન ફાળવી દીધી વર્ષ ૧૯૬૪માં એનઆઇટીએ સકકદરા સ્ટ્રીટ યોજના તૈયાર કરી હતી આ યોજનાને વર્ષ ૧૯૬૭માં રાજય સરકારે સત્તાવાર મંજુરી આપી દીધી તેમાં તે જમીન પણ સામેલ હતી જેના પર વર્ષ ૧૯૭૫ સુધી એક ખેતર પરિવારનો કબજો રહ્યો હતો આખરે ૧૯૮૧માં આ જમીન એનઆઇટીને આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૦૪માં પલ્બિક યુટિલિટી લૈંડ તરફથી આ જમીનની ફાળવણીમાં અનિયમિતતા જણાઇ હતી ત્યારબાદ અનિલ વાડપલ્લીવારે બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠમાં એક અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ મામલે સમીતી બનાવી જેમાં જણાવાયુ કે જમીનની ફાળવણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને કાનુનો ભંગ થયો છે.

૧૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે ન્યાયમિત્ર આનંદ પરચુરે દ્વારા રજુ કરવામાં આવેલ રિપોર્ટ પર યાન લેતા શિંદે દ્વારા ઝુપડી નિવાસીઓ માટે રાખવામાં આવેલ જમીનને નજીકના બિલ્ડરોમને ફાળવી દેવાના નિર્ણય પર યથાસ્થિતિનો આદેશ આપ્યો આ મુદ્દા પર કાર્યવાહી શરૂ થતા જ વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે કહ્યું કે નાગપુર સુધાર ન્યાયે ઝુપડીઓમાં રહેતા લોકોની સારી જીંદગી માટે ૫ એકર અનામત કરી હતી પરંતુ પૂર્વ શહેરી વિકાસ મંત્રી જે હાલ વર્તમાનમાં મહાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદેએ આ જમીનના ટુકડાને પોતાની નજીકના બિલ્ડરોને ફાળવણી કરી દીધી હતી.

મુંબઇ હાઇકોર્ટની નાગપુર બેન્ચે આ જમીનને ફાળવણી કરવા પર પહેલા જ રોક લગાવી દીધી હતી આમ છતાં મુખ્યમંત્રી શિંદે જમીન ફાળવણી કરવાનો નિર્ણય લીધો જે કોર્ટના કાર્યમાં હસ્તક્ષેપ છે. જો કે જાવનેએ આ આરોપ પર ગૃહમાં થઇ રહેલ પર થઇ રહેલા હંગામાની ટીકા કરતા ભાજપના ધારાસભ્યોને કહ્યું કે દાનવે દરેક દિવસે એક મુદ્દો ઉઠાવી રહ્યાં છે જયારે રાજયના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તેનો જવાબ આપી ચુકયા છે આ મામલાને લઇ બંન્ને પક્ષોમાં ચર્ચા થવા લાગી ત્યારબાદ કાર્યવાહી ૧૫ મિનિટ માટે બંધ કરવામાં આવી હતી.

દરમિયાન મુખ્યમંત્રી શિંદેએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને રદિયો આપતા કહ્યું કે શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે તેમણે કોઇ પણ રીતના ભ્રષ્ટ્રાચાર અથવા અનિયમિતતા કરી નથી તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૯માં તે સમયે સરકારી દરો અનુસાર જ રૂપિયા જ લેવામાં આવ્યા હતાં.