પુણેમાં મહિલાને નશીલા પદાર્થ પિવડાવી બળાત્કાર ગુજારાયો

પુણે,

પુણેના રખાડી વિસ્તારમાં દિલ ધ્રુજાવી દે તેવી ધટના સામે આવી છે.પુણેમાં એક મહિલાની સાથે બળાત્કારની ધટના સામે આવી છે પુણેમાં હોટલ વ્યવસાયમાં ભાગ લેવાના બહાને એક મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે.આરોપીએ કોફીમાં નશીલો પદાર્થ મિલાવી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો પીડિત મહિલાએ ચંદનનગર પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાવી છે આરોપીનું નામ અજયસિંહ વિજયસિંહ ઠાકુર છે જેની ઉ.વ ૩૧ છે.પોલીસે ફરિયાદ મળ્યા બાદ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપીની કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન નોકરી ચાલી ગઇ હતી બીજી નોકરીની શોધમાં તેમની એક દોસ્ત દ્વારા ફરિયાદકર્તા મહિલાથી ઓળખ કરાવી હતી.

મહિલા કેટરિંગનો વ્યવસાય કરતી હતી આથી બંન્ને એક હોટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો આ દરમિયાન આરોપીએ આ મામલા પર ચર્ચા કરવા માટે મહિલાએ ખરાડી વિસ્તારમાં પોતાના ધરે બોલાવી મહિલા ધરે આવ્યા બાદ કોફીમાં બેહોશીની દવા મિલાવી અને જયારે મહિલા બેહોશ થઇ ગયા બાદ આરોપીએ તેના પર બળાત્કાર કર્યો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

એ યાદ રહે કે કેટલાક દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલધર જીલ્લાના એક ગામમાં આઠ લોકોએ એક કિશોરીની સાથે કહેવાતી રીતે રેપ કરવામાં આવ્યા હતો ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓની ઘરપકડ કરી હતી. ગ્રામીણ પોલીસના એક પ્રવકતાએ કહ્યું કે આરોપીની વિરૂધ સતપતી પોલીસ સ્ટેશનમા સામૂહિક રેપનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.