ભારતમાં સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં 60 ગુજરાતીઓનો સમાવેશ

ભારતમાં સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતનાં 60 લોકૉનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સૌથી વધુ ધનવાન લોકોમાં અદાણી ટોપ પર છે જ્યારે દેશભરમાં ધનવાન વ્યક્તિઓમાં અંબાણી સતત નવમા વર્ષે પહેલા ક્રમે છે.

  • લોકડાઉન બાદ દર કલાકે 90 કરોડ કમાઈ રહ્યા છે મુકેશ અંબાણી
  • 60 ધનવાન ગુજરાતીઓનો યાદીમાં સમાવેશ
  • ગૌતમ અદાણીને ગુજરાતમાં શ્રેષ્ઠ સ્થાન જ્યારે નેશનલ લિસ્ટમાં ટોપ-5માં સમાવેશ

મુકેશ અંબાણી સતત નવમા વર્ષે અગ્રેસર :

હુરુન ઇન્ડિયાની ટોપ ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોપ પર છે અને ભારતનાં સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા છે, આ યાદીમાં તેમની પાસે 6,58,400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત કે કે લોકડાઉન બાદ પણ તેમની સંપત્તિમાં દર કલાકે 90 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ યાદીમાં બીજા સ્થાન પર 1,43,700 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે હિન્દુજા બ્રધર્સ બીજા સ્થાન પર છે.

ધનવાન ગુજરાતીઓમાં મોટા ભાગના ફાર્માસ્યુટિકલ અને જવેલરી ક્ષેત્રનાં :

વર્ષ 2020ની હુરુન ધ રિચેસ્ટ પીપલ ઇન ઇન્ડિયાની યાદીમાં કુલ 60 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે 60 ગુજરાતીઓનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે તેમાં ફાર્માસ્યુટિકલ અને જવેલરી ક્ષેત્રનાં જ 48% લોકો છે. ગયા વર્ષની યાદીની તુલનામાં વર્ષે ગુજરાતીઓની કુલ સંપત્તિમાં 32%નો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં અદાણી નંબર વન :

ગુજરાતીઓમાં જેટલા પણ ધનવાન વ્યક્તિઓ છે તેમાં ગૌતમ અદાણી સૌથી અગ્રેસર છે અને તેમનું નામ ભારતનાં પાંચ સૌથી ધનવાન વ્યક્તિઓમાં પણ સમાવેશ થાય છે.

ધનવાન લોકોની યાદીમાં ગુજરાતમાંથી ટોપ-10 વ્યક્તિની યાદી :

RankNameWealth INR CrChange %CompanyAgeCity of Residence
1Gautam Adani & family140,20048%Adani58Ahmedabad
2Karsanbhai Patel & family33,8007%Nirma76Ahmedabad
3Pankaj Patel & family33,70052%Cadila Healthcare67Ahmedabad
4Samir Mehta & family21,90038%Torrent Pharmaceuticals57Ahmedabad
5Sudhir Mehta & family21,90038%Torrent Pharmaceuticals66Ahmedabad
6Bhadresh Shah11,6006%AIA Engineering68Ahmedabad
7BinishHasmukhChudgar& family10,60013%Intas Pharmaceuticals56Ahmedabad
7NimishHasmukhChudgar& family10,6004%Intas Pharmaceuticals60Ahmedabad
7UrmishHasmukhChudgar& family10,6003%Intas Pharmaceuticals61Ahmedabad
10Sandeep Pravinbhai Engineer & family9,50016%Astral Poly Technik59Ahmedabad
Source: Hurun Research Institute; IIFL Wealth Hurun India Rich List 2020

નવા ઉમેરાયેલા લોકોની સંખ્યામાં પણ ગુજરાતનો સિંહફાળો :

હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટમાં જેટલા નવા નામો ઉમેરાયા છે તેમાં 12 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ યાદી કુલ 828 લોકોની છે જેમાં 162 નવા ચેહરાની એન્ટ્રી થઇ છે, જેમાં અશોક સૂતાનું નામ પણ સામેલ થયું છે. જેટલા નવા નામો ઉમેરાયા છે તેમાંથી 12 ગુજરાતીઓ છે. નોંધનીય છે કે 229 લોકો એવા પણ છે જેમની સંપત્તિમાં ઘટાડો સામે આવ્યો છે.

આ યાદીમાં ગુજરાતમાંથી નવા ઉમેરાયેલા લોકોની યાદી :

No.NameWealth (INR Cr)CompanyIndustry
1Dushyant Patel2,300Astral SteritechPharmaceuticals
2KritikumarLaxmidas Mehta & family2,000Corona RemediesPharmaceuticals
3Girishbhai Patel1,400Paras PharmaceuticalsPharmaceuticals
4Ashwin G Govil1,200Tirth Agro TechnologyAutomobile & Auto Components
5ArvindkumarDalichandSanghvi1,200Raajratna Metal IndustriesCapital Goods
6Piyushkumar O Desai & family1,100Gujarat Tea Processors & PackersFood & Beverages
7Pankajkumar R Desai & family1,100Gujarat Tea Processors & PackersFood & Beverages
8Raseshkumar R Desai & family1,100Gujarat Tea Processors & PackersFood & Beverages
9VallabhbhaiLaljibhaiKakadia& family1,100Sheetal ManufacturingJewellery
10RavjibhaiLaljibhaiKakadia& Family1,100Sheetal ManufacturingJewellery
11Shailesh B Shah1,100J B & BrothersJewellery
12Hasmukh G Govil1,000Tirth Agro TechnologyAutomobile & Auto Components

હુરુન ગુજરાત રિચ લિસ્ટના ટોપ-20 વ્યક્તિ :

RankNameWealth
(INR Cr)
CompanyIndustry
1Gautam Adani & family1,40,200AdaniEnergy, Infrastructure
2Karsanbhai Patel & family33,800NirmaFMCG
3Pankaj Patel & family33,700Cadila HealthcarePharmaceuticals
4Samir Mehta & family21,900Torrent PharmaceuticalsPharmaceuticals
4Sudhir Mehta & family21,900Torrent PharmaceuticalsPharmaceuticals
6Bhadresh Shah11,600AIA EngineeringConstruction & Engineering
7BinishHasmukhChudgar& family10,600Intas PharmaceuticalsPharmaceuticals
7NimishHasmukhChudgar& family10,600Intas PharmaceuticalsPharmaceuticals
7UrmishHasmukhChudgar& family10,600Intas PharmaceuticalsPharmaceuticals
10Sandeep Pravinbhai Engineer & family9,500Astral Poly TechnikConstruction Materials
11HasmukhChudgar& family6,900Intas PharmaceuticalsPharmaceuticals
12Darshankumar N Patel & family5,400Vini CosmeticsFMCG
13Achal Anil Bakeri& family5,000SymphonyConsumer Durables
14Rajiv Modi4,800Cadila PharmaceuticalsPharmaceuticals
15Prakash M Sanghvi & family3,600Ratnamani Metals & TubesCapital Goods
16BhikhabhaiPopatbhai Virani3,300Balaji WafersFood & Beverages
17Amit IndubhushanBakshi3,000Eris LifesciencesPharmaceuticals
18KanjibhaiPotabhai Virani2,800Balaji WafersFood & Beverages
18Chandu Virani2,800Balaji WafersFood & Beverages
20AshwinRamanlal Gandhi & family2,600Asian PaintsChemicals & Petrochemicals

ગુજરાતના ધનવાન વ્યક્તિઓની પહેલી પસંદ અમદાવાદ :

ગુજરાતમાં ધનવાન વ્યક્તિઓની પહેલી પસંદ અમદાવાદ છે અને મોટા ભાગનાં અમીરો માટે અમદાવાદ પહેલી પસંદ છે કારણ કે 63% ધનવાન વ્યક્તિઓ અમદાવાદમાં રહે છે.

નોંધનીય છે કે ગુજરાતીઓની ધનવાન લોકોની યાદીમાં એક પણ મહિલાનો સમાવેશ થતો નથી.