કલોલ,
ફરીથી એકવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતના કલોલના આધેડનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે એવી ઘટના સામે આવી છે જેમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા યુવકનું દીવાલ કૂદતા મોત થયું હતું. આ આધેડનું નામ બ્રિજ કુમાર યાદવ તરીકે થઈ છે આઆધેડની પત્ની અમેરિકાની હદમાં પટકાતા હાથમાં ફ્રેકચર થયું હતું. કલોલના ૪૦ લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા તે સમયે આ ઘટના બની હતી. આ લોકો કેતુલ નામના એજન્ટ સાથે ડીલ કરી ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયાસ કરતા હતા અને કેતુલ તથા અન્ય ૨ શખ્સો વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતા હતા.
નોંધનીય છે કે અગાઉ મહેસાણાના યુવકનું તથા તેના પરિવારનું મોત થયું હતું. યુએસ બોર્ડર પર માઇનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં ઠંડીથી મહેસાણાના પરિવારનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી. આ મૃતકો મૂળ મહેસાણાના ડિંગુચાના હોવાનું સામે આવ્યું હતું અને મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ હતી તેમજ ૧૨ વર્ષની દીકરી અને એક ૩ વર્ષનો દીકરો હતો. આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોવા છતાં લોકો ગેરકાયદે વિદેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરીને દુર્ઘટનાનો ભોગ બને છે.
વિદેશ મોહમાં અનેક લોકો વારંવાર ગેરરિતી આચરતા હોવાનું સામે આવે છે. અગાઉ અમેરિકામાં જવાની લાલચમાં અમેરિકા અને કેનેડા બોર્ડર પર અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. આમ છતા લોકોની વિદેશ જવાની ઘેલછા ઓછી થતી નથી. અમેરિકામાં ઘુસવા ભારતના અનેક લોકો વારંવાર ગેરકાયદે પ્રયાસો કરતા હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એક વાર મહેસાણા જિલ્લાના ૪ યુવકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. નદીમાં બોટ મારફતે કેનેડાથી અમેરિકા જતા ચાર યુવકો પકડાઈ ગયા છે.