ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી દારૂ ભરેલ આઈસર ઝડપી લેવાયું

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી શાખા ત્રિવેદી અને અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે મળેલી બાતમીના આધારે ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી ઝાલાવાડમાં દારૂ ઘુસાડવામાં આવે એ પહેલા જ બાતમીના આધારે દારૂ ભરેલી આઇસર પકડી પાડવામાં આવી હતી અને આઇસરમાં તપાસ હાથ ધરવામાં આવતા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથક નું બિલ્ડીંગ વિદેશી દારૂથી ભરાઈ ગયું અને આટલો મોટો જંગી જથ્થો સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં ઘુસાડી એ પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકક્ષક હરેશ દુધાતની સુચના અનુસાર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ હાથ ધરી અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી શાખા દ્વારા આઇસર ભરીને આવતો દારૂ ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે હાલમાં ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે જિલ્લાના નેશનલ હાઇવે ઉપરથી ઉજવણી માટે અને વિવિધ ગામો અને શહેરોમાં પહોંચાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી દારૂની મોટી હેરાફેરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નેશનલ હાઈવે ઉપર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા કડક કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી અને જેની સૂચનાઓ અનુસાર હાલમાં ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર મોટી માત્રામાં દારૂ ઝડપાઈ ગયો છે અને ઝાલાવાડમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે જ્યાં જ્યાં પહોંચાડવામાં આવવાનો હતો તે દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે અને હાલમાં ધાંગધ્રા ખાતે આ દારૂ ભરેલું આઇસર સોંપવામાં આવ્યું છે અને ૩૦ લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનું હાલમાં જાણવા મળે છે