
મુંબઇ,
બાંગ્લાદેશની વિરૂધ બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇગ ૧૧થી કુલદીપ યાદવને બહાર કરી દેવામાં આવ્યો છે તેની જગ્યાએ જયદેલ ઉનાદકટને તક મળી છે.ઇડિયન ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી લિટિલ માસ્ટર સુનીલ ગાવસ્કર આશ્ર્ચર્યચકિત છે.તેમણે કહ્યું કે પ્લેયર ઓફ ધ મેચને ડ્રોપ કરવો અવિશ્ર્વસનીય છે.ટીમમાં બે અન્ય સ્પિનર હતાં તેમાંથી કોઇ એકને ડ્રોપ કરી શકાય તેમ હતો આ બે અન્ય સ્પિનર સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિન અને અક્ષય પટેલ છે.
કુલદીપ યાદવે બાંગ્લાદેશની વિરૂધ પહેલી ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી.ટીમ ઇન્ડિયાના કાર્યકારી સુકાની કે એલ રાહુલે કહ્યું કે કુલદીપ યાદવને બહાર રાખવો મુશ્કેલ નિર્ણય હતો પરંતુ તેમને વિશ્ર્વાસ હતો કે રવિચંદ્રન અશ્ર્વિન અને અક્ષર પટેલ સારૂ પ્રદર્શન કરશે
ગાવસ્કરે કહ્યું કે મેન ઓફ ધ મેચને ડ્રોપ કરવા અવિશ્ર્વસનીય છે આજ એક માત્ર શબ્દ છે.જેનો હું ઉપયોગ કરી શકુ છું અને આ ખુબ જ સાધારણ ટીપ્પણી છે.હું કડક શબ્દોનો ઉપયોગ કરવા માંગુ છું. આ અવિશ્ર્વસનીય છે કે તમે મેન ઓફ ધ મેચને બહાર કરી દીધો જેણે ૨૦માંથી આઠ વિકેટ લીધી ગાવસ્કરે કહ્યું કે તમારી પાસે બે અન્ય સ્પિનર છે તે બે સ્પિનરોમાંથી એકને બહાર કરી શકાય તેમ હતો પરંતુ આઠ વિકેટ લેનાર ખેલાડીને પિચ કેવી છે તેના પર યાન ન આપતાં રમાડવો જોઇતો હતો એ યાદ રહે કે જયદેવ ઉનાદકટની ૧૨ વર્ષ બાદ ટેસ્ટ રમવાની તક મળી છે.