પોસ્ટ ઓફિસ રોકાણકારો માટે ઘણા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓને પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમનાં નામે જાણવામાં આવે છે. પોસ્ટઓફિસની યોજનામાં સારું રિટર્ન મળે છે. સાથે જ સુરક્ષાની ગેરંટી રહે છે. એવામાં તમે જોખમ વગરનું રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ બચત ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ઘણી યોજનાઓ છે જેમાં તમે રોકાણ કરી શકો છો.
પોસ્ટઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
પોસ્ટઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં કોઈ પણ 60 વર્ષથી વધુ ઉમંરનાં વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજનામાં જમા રકમ ઉપર 7.40 ટકા વ્યાજદર મળશે. તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, એક વરિષ્ઠ નાગરિક જોઈન્ટ રૂપે 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ સ્કીમામં 1000 રૂપિયાનું લઘુત્તમ રાશિથી પણ ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં રોકાણ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ છૂટ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યુ છે. આ યોજનામાં 14 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. 21 વર્ષ થવા પર તે મેચ્યોરિટી મળી જાય છે. 14 વર્ષ બાદ ક્લોઝિંગ રકમ પર 7.6 ટકા વાર્ષિકનાં હિસાબે વ્યાજ મળશે. આમા તમે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં ગ્રાહકોને ટેક્સ છૂટનો ફાયદો પણ મળે છે. દર વર્ષે લઘુત્તમ 1000 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ
પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં જમા રકમ ઉપર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે. તેમાં વ્યક્તિએ દર વર્ષે 500 રૂપિયા લઘુત્તમ અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. સ્કીમમાં 12 હપ્તામાં પૈસા જમા કરી શકો છો. તેમાં 15 વર્ષ બાદ પૈસા પાકે છે.
પોસ્ટઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ પોસ્ટ
પોસ્ટઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ પોસ્ટમાં રોકાણકારોને 5.8 ટકાનાં દરે વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટમાં 1-3 વર્ષો માટે 5.5 ટકા અને 5 વર્ષ માટે 6.7 ટકા વ્યાજદર મળે છે. તેના સિવાય પોસ્ટઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં 5 વર્ષ માટે રોકાણ કરતાં લોકોને 80 સી હેઠળ ટેક્સ છૂટ મળે છે.
પોસ્ટ ઓફિસ બચત ખાતું
પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ગ્રાહકોને હવે ઓછામાં ઓછા 500 રૂપિયાની રકમ દર વખતે રાખવી પડશે. પહેલાં લઘુત્તમ બેલેન્સની મર્યાદા 50 રૂપિયા હતી જેને હવે વધારીને 500 કરી દીધી છે. અને જો મિનિમમ બેલેન્સ નહી જાળવવામાં આવે તો તેની ઉપર 100 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે. આ રોકાણમાં તમને 4 ટકાનાં દરે વ્યાજ મળે છે.