ઘોઘંબા તાલુકાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ દર્શન રીંછવાણી પ્રાથમિક શાળા ખાતે યોજાયું

ઘોઘંબા,

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આયોજિત ઘોઘંબા તાલુકાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન દર્શન યોજવામાં આવ્યું. જેમાં 19 જેટલા કલસ્ટર માંથી 95 જેટલી ક્રુતિઓ બાળવૈજ્ઞાનિકો રજૂ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોના માર્ગદર્શનથી ઉત્તમ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ છે.

વિજ્ઞાન ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં કાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ગોધરાના ચેરમેન રમેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત ઘોઘંબાના પ્રમુખ રંગેશ્ર્વરી બેન રાઠવા, રાઠવા, જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો તથા તાલુકા સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સાથે સાથે પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અને મહામંત્રી તથા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ તથા મહામંત્રી અને બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકો અને આચાર્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ઘોઘંબા તાલુકાના શિક્ષકોને પણ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કર્યું હતું.

રીંછવાણી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ અને બી.આર. સી. કોઓર્ડીનેટર પ્રવિણસિંહ સોલંકી દ્વારા આભાર વિધિ અને સંકલન કરવામાં આવેલ હતું.

પ્રોત્સાહક બેડ સ્વરૂપે સહયોગમાં આર.બી. કાર્સ ગોધરા, મૈત્રી મંડળ ટ્રસ્ટ આણંદ વડોદરા મુંબઈ, એચડીએફસી બેન્ક, ટીચર્સ કો-ઓપરેટીવ સોસાયટી ઘોઘંબા, પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા.