ગોધરાના જાફરાબાદ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પર વિશેષ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

ગોધરા,

કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા, દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ સ્કૂલ જાફરાબાદ, ગોધરા ખાતે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ભાવના નો સંચાર કરવાના ઉદ્દેશ સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત, પોષણ અભિયાન, બાળ આરોગ્ય તેમજ ઉર્જા બચાવો જેવા સરકાર ના જન કલ્યાણ કાર્યક્રમ પર ઉપસ્થિત જન સમુદાયને માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્વામિનારાયણ હાઇસ્કુલ જાફરાબાદ કેળવણી મંડળના પ્રમુખ કે.કે. પટેલ, પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અધિકારી માસ્તર તેમજ આરોગ્ય અધિકારી ડોક્ટર કોમલબેન બ્રહ્મભટ્ટ સ્વામિનારાયણ હાઇસ્કુલના આચાર્ય રાજુભાઈ ચૌહાણ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગ ગોધરાના અધિકારી જયાબેન પરમાર તેમજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા, દ્વારા આ યોજિત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા વિષયને અનુરૂપ ભવાઈ કાર્યક્રમનું આયોજન કરી સ્વતંત્રતા સંગ્રામ, ઉર્જા બચાવો, સ્વચ્છ ભારત, પોષણ વગેરે વિષય પર જાગૃતિ લાવવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતે સ્વચ્છતાના સામૂહિક શપથ ઉપસ્થિત જન સમુદાયને લેવડાવ્યા હતા. ઉપસ્થિત જનસમુદાયને સ્વછતા અભિયાનમાં પોતાનું શ્રમદાન આપવા અનુરોધ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.