ગોધરા,
ગોધરા તાલુકાના છારીઆ ગામે બ્રહ્માકુમારી તથા ગ્રામ વિકાસ વિભાગ (આર.ઈ.આર.એફ.) દ્વારા છારીઆ ગામે આવેલ રાષ્ટ્રીય કિસાન દિવસે ઉપલક્ષી કિસાન જાગૃતિ સેન્ટર મિલનનું આયોજન કરવામાં આવ્યું.
ગોધરા તાલુકાના છારીઆ ગામે રાષ્ટ્રીય રેટ્રીટ સેન્ટરનુંં સ્થાન સુંદર અને પ્રાકૃતિક રીતે સંપન્ન સ્થાન છે. જ્યાં કિસાન જાગૃતિ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. તેવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ. તેવું છારીઆના સરપંચે જણાવ્યું હતું. પંચમહાલ, મહિસાગર અને દાહોદ જીલ્લાના બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદીએ પોતાના આર્શીવચનમાંં જણાવ્યું કે, રોટી-કપડાં અને મકાન પ્રાથમિક જરૂરીયાત છે. વૃક્ષો અને ખેતી આધારીત સાત્વિક પોષ્ટીક શુદ્ધ અનાજ ભોજન જરૂરી છે. કિસાનો ઓર્ગેનીક કૃષિ પદ્ધતિ અપનાવે તેની ઉપર ભાર મુકવામાં આવ્યો.