અમદાવાદ ,
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખર્ચ સતત વધતો રહ્યો હોય તેમ હાઈકોર્ટ સમક્ષ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને રજુ કરેલા સોગંદનામામાં પ્રોજેકટ ખર્ચમાં ૧ હજાર કરોડનો વધારો થયો હોવાનું જાહેર કર્યુ છે. ૫૦૮ કી.મી.ના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે વિક્રોલી ખાતે ૧૦ એકરના પ્લોટના હસ્તાંતરણ માટે કાનૂની વિવાદ સર્જાયો છે.
ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુફેકચરીંગ દ્વારા આ મુદ્દાને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. વડીઅદાલતમાં આ કેસની સુનાવણી પુર્ણ થઈ ગઈ છે અને ચૂકાદો અનામત રાખવામાં આવ્યો છે.
અરજીનો વિરોધ કરતા પ્રોજેકટને લગતી પબ્લીક યુટીલીટી યાન દોરતા કોર્પોરેશનનું સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતું અને તેમાં તેમ દર્શાવ્યુ હતું કે જમીનને હસ્તગત કરવાનો પ્રશ્ર્ન લાંબા વખતથી પડતર છે. કોર્પોરેશને ૨૦૧૯ અને ૨૦૨૧માં અંડર ગ્રાઉન્ડ ટર્નલને લગતી કામગીરીના ટેન્ડર રદ કર્યા હતા તેને પરિણામે પ્રોજેકટ ખર્ચમાં ઓછામાં ઓછો ૧ હજાર કરોડનો વધારો થયો છે.
સરકારે એમ જણાવ્યું હતું કે પ્રોજેકટ અમલમાં આવ્યા બાદ મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને ફક્ત એક કલાક અને ૫૮ મીનીટનો થઈ જશે જે હાલ છ કલાક અને ૩૫ મીનીટનો છે.