કીર્તિ આઝાદે પીએમના ડ્રેસ પર કરી ટિપ્પણી, સરમાએ કહ્યું- નેતાએ આદિવાસી ડ્રેસની મજાક ઉડાવી

નવીદિલ્હી,

સૌ કોઈ જાણે છે કે, લોક લાડીકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કોઈ દેશમાં જાય છે ત્યારે તે દેશનો પોશાક પહેરે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મેઘાલયની મુલાકાત દરમિયાન ખાસી સમુદાયના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આ અંગે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી નેતા કીત આઝાદે ટિપ્પણી કરી છે. તેઓએ તેને મહિલાઓનો પહેરવેશ કહ્યો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેણે તેને મેઘાલયના લોકોનું અપમાન અને આદિવાસીઓના પહેરવેશની મજાક ગણાવ્યું હતું. બીજેપી અજા મોરચાએ પણ આઝાદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે. કીર્તિ આઝાદે પીએમ મોદીની શિલોંગ યાત્રાના ફોટા પર ટ્વીટ કર્યું છે કે, ’ન તો પુરુષ કે નથી આ સ્ત્રી , માત્ર તે જ ફેશનના પૂજારી છે’. જ્યારે ભાજપે આનો સખત વિરોધ ઉઠાવ્યો અને આઝાદ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

ત્યારે ટીએમસીના નેતાઓ બચાવમાં આવ્યા હતા. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે, તેઓ માત્ર પીએમ મોદીના ફેશન સ્ટેટમેન્ટની ચર્ચા કરી રહ્યા હતા. જો કે, તેણે હજુ સુધી આ ટ્વીટ પાછી ખેંચી નથી. આઝાદે પીએમના આદિવાસી ડ્રેસ સાથે વેબસાઇટ પર મહિલાઓનો ડ્રેસ બતાવતા લખ્યું. ’આ મલ્ટી લોરલ એમ્બ્રોઇડરીવાળો મહિલા ડ્રેસ છે, તે ખરીદી શકાય છે, શું તમને તે ગમે છે? આઝાદ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર અંગે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, આ એક બનાવેલો ફોટો છે. ફોટામાં દેખાતી મહિલાએ કોઈ અન્ય ડ્રેસ પહેર્યો છે અને પીએમની મજાક ઉડાવવા માટે પીએમના ફોટા પર તેને સુપર ઈમ્પોઝ કરવામાં આવી છે.