
ભોપાલ,
મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે. હાલમાં ભાજપ પાસે ૧૨૭ ધારાસભ્યો છે જ્યારે વિપક્ષ કોંગ્રેસ પાસે ૯૬ ધારાસભ્યો છે આ ઉપરાત ૪ અપક્ષ, બસપાના ૨ અને સપાના ૧ ઉમેદવાર છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી ૧૧૪ બેઠકો જીતી હતી જ્યારે ભાજપને ૧૦૯ બેઠકો મળી હતી. ત્યાર બાદ જ્યોતિરાદિત્ય સિંઘિયાના કોંગ્રેસના ૨૨ સમર્થક સહિત બીજા ૩ ધારાસભ્યોએ પણ પક્ષ બદલીને રાજીનામું આપી દીધું હતું. જેના કારણે ૨૦૨૦માં કોંગ્રેસની કમલનાથની સરકાર પડી ગઇ હતી.
રાજકીય પક્ષો ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૦૨૩ની ચૂંટણી માટે રણનીતિ બનાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં જો ભાજપના વિરોધી પક્ષો એટલે કે કોંગ્રેસ, સપા અને બસપા એક સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપ માટે મુશ્કેલી પડ શકે છે.
ચૂંટણીના આંકડા અને મતાદારોની ટકાવારી પરથી આ પુરવાર થાય છે. જો આ ત્રણેય પક્ષો કોંગ્રેસ, સપા અને બસપાના સંયુક્ત વોટ શેરને ઉમેરીએ તો તે ભાજપ કરતાં વધુ બને છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં જો ભાજપના વિરોધી પક્ષો એક થાય તો સત્તાધારી ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.