છોકરીઓના ભણવા પર તાલિબાનનો પ્રતિબંધ:વિદ્યાર્થીઓએ પ્રદર્શન : એક વિદ્યાથનીનું મોત

કાબુલ

અફઘાનિસ્તાનમાં યુનિવસટીઓમાં છોકરીઓને ભણવા સામે પ્રતિબંધના તાલિબાની આદેશને પગલે ઘણી જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કંધાર અને જલાલાબાદ યુનિવસટીની બહાર ભેગા થયા હતા. એક વિદ્યાથનીએ આત્મહત્યા પણ કરી લીધી હતી. જલાલાબાદમાં મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપર ફાડી નાખ્યા હતા અને ’કાં તો બધા અથવા કોઈ નહીં’ ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે તાલિબાનોએ ખાતરી આપ્યા છતાં છોકરીઓના અધિકારો છીનવી લીધા. યુનિવસટીમાં ૩ મહિનામાં પ્રવેશ પરીક્ષા પણ લેવાની છે. અફઘાનિસ્તાન વિમેન્સ યુનિટી એન્ડ સોલિડેરિટી ગ્રુપની મહિલાઓએ કાબુલમાં પ્રદર્શન કર્યું. તાલિબાનોએ તેમને બળપ્રયાગ કરીને ખદેડ્યા હતા અને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે યોગ્ય વાતાવરણ સર્જાયા બાદ ફરીથી અભ્યાસ શરૂ કરાવવામાં આવશે. અફઘાનિસ્તાનના નિર્વાસિત સાંસદ નાહિદ ફરીદે કહ્યું, અફઘાન મહિલાઓ માટે આ ખરાબ સપના જેવું છે. તાલિબાનની જાહેરાત બાદ અફઘાનિસ્તાનની વિદ્યાથનીઓ રડી પડી હતી.

અફઘાનિસ્તાનના મહિલા અધિકાર કાર્યર્ક્તા ખાદીજા અહમદીએ કહ્યું, છેલ્લા ૨૦ વર્ષમાં મહિલાઓને મળેલા તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. મહિલા કર્મચારીઓને પહેલાથી જ દૂર કરવામાં આવી છે. અફઘાન શિક્ષણશાી અહેમદ ફરહાદે કહ્યું, તાલિબાનને ડર છે કે જો મહિલાઓ શિક્ષિત થશે તો તેમની કટ્ટરપંથી વિચારધારાનો વિરોધ કરશે.તાલિબાનના નિર્ણય સામે યુનિવર્સીટીમાં વિરોધ કરી રહેલી વિદ્યાથનીઓ.

આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સખત નિંદા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું, આ અફઘાન સમાજમાંથી મહિલાઓને ખતમ કરવાનું ષડયંત્ર છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું, તાલિબાન જ્યાં સુધી તે લોકોના અધિકારોનું સન્માન નહીં કરે, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય બની શકશે નહીં. ઇસ્લામિક સહયોગ સંગઠને પણ આ નિર્ણયની નિંદા કરી છે અને નિર્ણય બદલવાની ચેતવણી આપી છે.