ઓમ પ્રકાશ રાજભર ફરીથી પોતાના પૂર્વ સાથી ભાજપની નજીક આવી રહ્યાં છે

  • રાજભરને અટલ બિહારીબાજપાઇ ફાઉડેશનના ઉપાધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા.

લખનૌ,

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી ઓમ પ્રકાશ રાજભર પોતાની પૂર્વ સાથી ભાજપની નજીક આવી રહ્યાં છે.તેનો એક સંકેત ત્યારે મળ્યો જયારે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે રાજભરને અટલ બિહારીબાજપાઇ ફાઉડેશનના ઉપાધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા પાઠક ફાઉડેશનના પ્રમુખ છે અને ત્યારબાદ રાજભરે ફાઉડેશનની બેઠકમાં ભાગ લીધો.રાજભરે કહ્યું કે આ એક બિન રાજનીતિક કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આ કોઇ રાજનીતિક મંચ નથી અને અમે રાજનીતિક લોકો છીએ તેને અલગ રીતે જોવા જોઇએ નહીં ઉત્તરપ્રદેશના મંત્રી દયા શંકર સિંહે કહ્યું કે એસબીએસપી અધ્યક્ષ વૈચારિક રીતે ભાજપની નજીક હતાં.

જાણકારી અનુસાર સિંહે કહ્યું કે રાજભર ભાજપના જુના સાથી છે.તે ભાજપ સરકારમાં મંત્રી રહી ચુકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની વિચારધારાને આગળ વધારી રહ્યાં છે.તેમણે કહ્યું કે રાજનીતિમાં કંઇ પણ થઇ શકે છે રાજનીતિમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન હોતુ નથી સમય અને પરિસ્થિતિઓના હિસાબથી નિર્ણય લેવામાં આવે છે. જયા શંકર સિંહ પહેલા દાવો કરી ચુકયા છે કે રાજભર તેમના મિત્ર હતાં અને એસપીએસપી મુખ્યને તે સમયના યુપી ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહથી મળવા પણ લઇ ગયા હતાં.રસપ્રદ વાત એ છે કે તાજેતરના દિવસોમાં રાજભર ખુલી રીતે સપા નેતૃત્વની ટીકા કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે યોગી આદિત્યનાથને નેક ઇરાદા વાળા નેતા ગણાવ્યા છે.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર એક પછાત નેતા છે જેમનો પૂર્વ યુવીના જીલ્લામાં પ્રભાવ છે તેમણે ભાજપની સાથે ગઠબંધનમાં રાજયમાં ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી લડી હતી અને આ વર્ષની વિધાનસભા ચુંટણીઓમાં સપાના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ થતા પહેલા યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી પહેલી સરકારમાં મંત્રી પણ હતાં જેમાં તેમની પાર્ટીએ છ બેઠકો જીતી હતી રાજયમાં ભાજપની ફરી સત્તામાં આવ્યા બાદથી રાજભરને સત્તારૂઢ પક્ષની સાથે ગઠબંધન કરવા માટે ઝુકાવ જોવા મળી રહ્યો છે.