કોરોના કાળ બાદ સોમવારે હોબાળા વચ્ચે પંચમહાલ જીલ્લા પંચાયતની મળેલી સભામાં જી.પંચાયતની મિલકત પ્રવાસન બોર્ડને સુપ્રત

  • લાંબા સમયથી રાજ્ય સરકારની માંગણી મુજબ ધર્મશાળા અને પાર્કિંગ સ્થળ સોંપાશે.
  • ભૂતકાળમાં કરોડોની કિંમત સરકારને સોંપવા સામે વિરોધથી ઠરાવ મોકુફ રહેતો હતો.
  • આર એન્ડ બી વિભાગની જમીન હાલોલ નગરપાલિકાની માંગણીને ફગાવતા સભ્યો.
  • જન્મ-મરણની નોંધણી પંચાયત સ્તરે રેકર્ડ તલાટી નિભાવતા ન હોવાની બૂમ.
  • તલાટી મહત્વના રેકર્ડ નિભાવતા ન હોવાથી વારસાઈ નોંધમાં પડી રહેલી મુશ્કેલી.
  • ૧૫માં નાણાં પંચની ૩૦ % પૈકી ગ્રાન્ટ વાપરવા ગ્રામ પંચાયતે પાસે કામોની યાદી મંગાવવાની રજૂઆત.
  • કોઈપણ વિરોધ વચ્ચે ગણતરીના સમયમાં અગત્યના પ્રશ્ર્ને ચર્ચા વિના ઠરાવ મંજૂર.

ગોધરા,પંચમહાલ જીલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં મહત્વનો પાવાગઢ ખાતેની જીલ્લા પંચાયત હસ્તની ધર્મશાળા, પાર્કિંગ વગેરે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સુપ્રત કરવાનો ઠરાવો કરાયો હતો. સાથે સાથે હાલોલ પાલિકા દ્વારા માંગેલી જમીન નામૂંજર કરાઈ હતી. આ સાથે મહત્વના મુદ્દાઓને લઈને સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓએ સ્થાન લઈને વિકાસ અંંગે સભ્યોની માંગણીના મુદ્દે હોબાળા વચ્ચે ગણતરીના સમયમાં સભા આરોપી લેવાઈ હતી.

કોરોનાના સંક્રમણ અંગે અગાઉ મળેલી પંચમહાલ જીલ્લા પંચાયતની બેઠકમાં ગણતરીના સભામં મહત્વના પ્રશ્ર્નો અને સભ્યોના કાર્યકાળની પ્રશ્ર્નોતરીને ગંભીર ચર્ચા વિના પૂર્ણ કરીને ભાજપના સભ્યોએ પડકારથી છુટદારો મેળવતા જાતે જ પોતાની પીઠ થબથબાવી હતી. ત્યારબાદ ત્રણ માસે મળનાર સભા આજે ગોધરામાં એજન્ડા પ્રમાણે મળીને ગત સભાના ઠરાવોને બહાલી તથા મોકુફ રખાયેલા પ્રશ્ર્નોની કાર્યવાહી આગળ હાથ ધરાઈ હતી. મોટી સંખ્યામાં સભ્યો કોરોનાનું સંક્રમણ હોવા છતાં મળતા કોરમ પ્રમાણે સભાની શરૂ આત કરી હતી. જેમાં મહત્વના પ્રશ્ર્નો જેવાંં કે પંચમહાલ જીલ્લાની શાન ગણાતા યાત્રાધામ પાવાગઢમાં કરોડોની હિંમતની મિલકત આવેલ હોવાથી રાજ્ય સરકારનો કોઈપણ ભોગે ડોળો જમાવીને સિદ્ધ કરવાના પ્રયત્નો ભૂતકાળમાં આચર્યા બાદ ચર્ચા કરાતા ત્રણ ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ યાત્રાધામ પાવાગઢના વિકાસ અર્થે સરકારની માંગણી સંદર્ભે ધર્મશાળાની મિલકત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સુપ્રત કરવા સર્વસંમતિ આપીને મિલકત સોંપી દેવાનો ઠરાવ કરાયો હતો. બીજી તરફ હાલોલ નગરમાં આર એન્ડ બી પંચાયત હસ્તકની જમીન નગરપાલિકા દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે મોકાની જગ્યા ગણાતી જીલ્લા પંચાયતની જમીન હાલોલ શહેર અને તેના નગરપાલિકાના સત્તાધીશોને સુપ્રત નહી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હાલ ગ્રામ પંચાયતો જાણે રામ ભરોશે ચાલી રહી છે અને જવાબદાર તલાટીઓ ગ્રામ પંચાયત ખાતે અનિયમિત રહેતા હોવાની ઊઠતી ફરિયાદોને સમર્થન જીલ્લા પંચાયતના ચુટાયેલા સભ્યોએ આપ્યું હતું. કાંતો લાભાર્થીઓની ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર ગણાવાઈ રહી છે. જન્મ-મરણની નોંધણી ગ્રામ પંચાયતોમાંં યેનકેન કારણોસર થતી નથી કે તલાટીઓ રેકર્ડ નિભાવતા નથી. જેના કારણે વારસાઈની નોંધ કરવામાં વારસદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને કોર્ટ તથા મામલતદાર કચેરીના ધરમધકકા ખાવા પડતા હોવાથી સમય અને નાણાનો વ્યર્ય થઈ રહ્યો હોવાનો હોબાળો મચતા સભ્ય સચિવ દ્વારા આ પ્રશ્ર્ને આગામી સમયમાં રેકર્ડની જાળવણી નિયમોનુસાર કરવાની ખાત્રી અપાતા હોબાળો શાંત પડયો હતો. જ્યારે અંતિમ દૌરમાં સરકાર દ્વારા ૧૫માં નાણા પંચના નાણા ત્રણ જેવી કે ગ્રામ, તાલુકા, જીલ્લા પંચાયતમાં અમુક ટકાવારી ફાળવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયોને ૩૦ % ગ્રાન્ટ ફાળવવાની હોય છે. તે પ્રમાણે જે તે ગામમાં રસ્તા, પાણી તથા ચેકડેમ, હેન્ડપંપ, સ્વચ્છતા, લાઈટ જેવા કામો કરવાના થાય છે. આ માટે કામોની યાદી સભ્યો પાસેથી માંગણી કરતી દરખાસ્ત મંગાવવાની સર્વાનુમતે મંજૂર કરાઈ છે. ત્યારે આગામી સમયમાં ૬ માસના કોરોનાના લાંબા કાર્યકાળ બાદ વિવિધ વિકાસના કામો હાથ ધરી શકવાની મંજૂરી થી સરપંચોમાં ખુશીની લહેર દોડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *