કાલોલના વાંટા ગામે પત્નીએ પતિને લાકડાના ફટકા મારી નિર્મમ હત્યા કરી

  • પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી.

કાલોલ,
કાલોલ તાલુકાના વાંટા ગામના ૪૨ વર્ષીય પતિની પત્નીએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પતિનું મોત થતાં ગભરાયેલ પત્નીએ આસપાસના લોકોને બોલાવીને પોતાનો બચાવ કરવા તરકટ રચ્યું હતું. હત્યારી પત્નીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ તાલુકાના વરવાળા પંચાયત વિસ્તારના વાંટા ગામે રહેતા પ્રવિણભાઈ અરખમભાઈ બારીઆ ઉ.વ.૪૨ એ પાંચ વર્ષ અગાઉ એક પરણિત મહિલાને ભગાડી લઈ આવ્યો હતો. આ બાબતે સમાજના રીતીરીવાજ પ્રમાણે સમાધાન થતાં પ્રવિણભાઈની પત્ની સવિતા બની હતી. સવિતાબેનના અગાઉ બે લગ્ન થયેલ હોય જેથી પ્રવિણ તેનો ત્રીજો પતિ હતો. છેલ્લા ચાર થી પાંચ વર્ષ સુધી સુખી સંસાર ચાલતો હતો પરતુ લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન થતા તેમજ સવિતાબેનને ગામના અન્ય ઈસમ સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ જતાં પતિ પ્રવિણ અને પત્ની સવિતા વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.

ગઈ કાલે પતિ-પત્નિ વચ્ચે થયેલ ઝગડામાંં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પત્નિ સવિતા એ પોતાના પતિ પ્રવિણને લાકડાના ફટકા મારીને મોતના ધાટ ઉતારી દીધો હતો. પ્રવિણ જમીન ઉપર ઢળી પડતા પત્નિ સવિતા ગભરાઈ જઈને પ્રવિણની હત્યા કરવા ઉપયોગમાં લીધેલ લાકડું સંતાડી દીધું હતું અને આસપાસના લોકોને પ્રવિણને કઈ થઈ ગયું છે. તેમ કહીને ભેગા કર્યા હતા. પાડોશીઓએ મૃતક પ્રવિણભાઈના કાકાને જાણ કરી હતી. પ્રવિણભાઈના કાકા દ્વારા પોલસીને જાણ કરી હતી. પોલીસ ધટના સ્થળે આવતાં પોલીસને જાણકારી અપાઈ કે પતિ-પત્નિ વચ્ચે ઝગડો થયો પત્નિ સવિતાએ લાકડાની મારતાં ગુપ્તાંગના ભાગેથી લોહી નિકળતું હતું અને કણસતો હતો ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ આવે તે પહેલા પ્રવિણનું મોત થઈ જવા પામ્યું. આ નિવેદન આધારે પોલીસ હત્યારી પત્નિ સવિતાને ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવામાં લાકડાને જપ્ત કરવામાં આવ્યું.આ બાબતે કાલોલ પોલીસ એ હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.