શાહિદ આફ્રિદીનો જમાઈ બનશે શાહીન, ફેબ્રુઆરી મહિનામાં અંશા સાથે નિકાહ થશે

ઇસ્લામાબાદ,

પાકિસ્તાન ના ઝડપી બોલર શાહીન આફ્રિદી આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નિકાહ કરશે. શાહીનના નિકાહ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની દીકરી અંશા સાથે થવાના છે. શાહીન અને અંશાના નિકાહને લગતા સમાચાર અગાઉ પણ આવ્યા હતા. શાહિદને જણાવ્યું કે અંશા અને શાહીનના ત્રણ ફેબ્રુઆરીના રોજ લગ્ન થશે.અલબત લગ્ન બાદ રિસેપ્શન પણ રાખવામાં આવશે, જોકે આ માટે ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી.

શાહીદે એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં આ અંગેનો ખુલાસો કર્યો છે. શાહીન આફ્રિદી અને અંશાના લગ્ન બે વર્ષ અગાઉ નક્કી થયા હતા અને હવે આ અંગેની તારીખ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. ૨૨ વર્ષના શાહીનના નિકાહ બાદ પાકિસ્તાન સુપર લીગમાં સામેલ થશે. તે મોટાભાગે આ વર્ષે ઈજાગ્રસ્ત સ્થિતિનો સામનો કરતો રહ્યો છે.

શાહીન અને અંશાના લગ્ન ૨ વર્ષ અગાઉ જ નક્કી થયા હતા, જોકે અંશાનો અભ્યાસ ચાલતો હોવાથી લગ્ન કરવામાં આટલો સમય લાગ્યો છે. શાહિદ આફ્રિદી સોશિયલ મીડિયા પર તેના પરિવાર અંગે માહિતી આપતો રહે છે.

૪૫ વર્ષના શાહીદ આફ્રિદીની વાત કરીએ તો તે ૫ દીકરી અંશા આફ્રિદી,અક્શા આફ્રિદી, અસમારા આફ્રિદી,અજ્વા આફ્રિદી અને અરવા આફ્રિદી છે. શાહીન આફ્રિદીએ વર્ષ ૨૦૧૮માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે પાકિસ્તાન ટીમના ત્રણેય ફોર્મેટમાં મહત્વનો હિસ્સો બની ગયો હતો. તે સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. તે પાકિસ્તાન સુપર લીગમાં કેપ્ટન તરીકે રમે છે અને ટીમને ચેમ્પિયન પણ બની ચુક્યા છે.

શાહીન શાહ અફરીદી ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઝડપી બોલર હારિસ રઉફના પણ લગ્ન થવા જઈ રહ્યા છે. હારિસ રઉફ આ ૨૬ ડિસેમ્બરે તેની ક્લાસમેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે હારિસના ઘરે લગ્નની રસ્મ પણ શરૂ થઈ ચુકી છે.