દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિદ્યાર્થી ગ્રાહક જાગૃતિ શિબિર યોજયું

દાહોદ,

ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા આદર્શ મા. અને ઉ.મા.શાળા દાહોદ મુકામે “વિદ્યાર્થી ગ્રાહક જાગૃતિ શિબિર” યોજવામાં આવી. તા. 20 ડીસેમ્બર નારોજ આદર્શ મા.અને ઉ.મા.શાળા દાહોદ મુકામે “ગ્રાહક જાગૃતિ સપ્તાહ” ઉપલક્ષમાં વિદ્યાર્થી ગ્રાહક જાગૃતિ શિબિર યોજવામાં આવી. જેમાં જય મારૂતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ભરતભાઈ પંચાલ, આદર્શ માધ્યમિક શાળાના આચાર્ય અશ્ર્વિનભાઈ પ્રજાપતિ, ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી કમલેશભાઈ સુથાર તથા જીતેન્દ્રભાઈ પંચાલે વિદ્યાર્થીઓ સમક્ષ ગ્રાહક તરીકે ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો, ઉચ્ચગુણવતા યુકત ખાદ્ય પદાર્થો ખરીદવાનો આગ્રહ કરેલ હતો. સાથે લોભામણી જાહેરાતો થી સાવચેતી રાખવી. ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં જાગૃત થવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આદર્શ શાળાના વિદ્યાર્થીઓએ મોટીસંખ્યા હાજરી આપી ગ્રાહક જાગૃત શિબિર સફળ બનાવી હતી.