દાહોદમાં કેશ સેવા સમિતિ નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિ:શુલ્ક ચિકિત્સા શિબિરનું આયોજન

દાહોદ,

દાહોદ નગરમાં કેશવ સેવા સમિતિ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક દવારા શહેરના 5 જેટલા સ્થળો પર એક સાથે 18 ડિસેમ્બર રવિવારના દિવસે નિ:શુલ્ક ચિકિત્સા શિબિર (મેડિકલ કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શિબિર દાહોદના 5 અલગ વિસ્તારો જેવા કે સિદ્ધરાજ જયસિંહ વસાહત (ભીલવાળા તળાવ ફળિયું) ગોદીરોડ, સિંગલ ફળિયું સુખદેવ કાકા કોલોની ગરખાયા ગૌશાળા વિસ્તારમાં આમ, 5 સ્થળોના વધારે થી વધારે નગર વાસીઓ લાભ લઇ શકે એવું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નગરના 13 જેટલા ડોકટર્સ પોતાની અને 35 જેટલા મેડિકલ સ્ટુડન્ટસ પોતાની સ્વૈચ્છાએ સેવાઓ આપી કેમ્પમાં નિ:શુલ્ક બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હૃદય રોગની તકલીફો, શરીરનું તાપમાન, ઓક્સિજન લેવલ તેમજ બાળકો મહિલાઓની બીમારીના તજજ્ઞો દ્વારા તપાસ કરવામાં આવી. બીમારીનું નિ:શુલ્ક ઈલાજ સલાહ સુચન તેમજ તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા ત્યાંજ કેમ્પમાં દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવી. તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા હાલ ચાલતી બીમારીથી બચવા માટે જનજાગૃતી માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પમાં વિશેષ નિ:શુલ્ક મોતિયાની તપાસ કરી પછી એમનું ઓપરેશન પણ કરવામાં આવશે. કેમ્પની સંપૂર્ણ વ્યવસ્થામાં 69 જેટલા કાર્યકર્તાઓ સેવા આપી સહયોગ પ્રદાન કરી કેમ્પ રવિવારે સવારે 9 વાગે પ્રારંભ થયો 12:30વાગે પૂર્ણ થયો.