દાહોદ,
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ કાર્યરત છે. જેમાં અત્યાર સુધી ગુજરાત તથા અન્ય રાજ્યની બહેનો જે કોઈક કારણોસર પોતાની ઘરેથી વિખુટી પડી ગયેલ હોય કે ક્યારે પોતાની નબળી માનસિક સ્થિતિને કારણે ઘર પરિવારથી દૂર થઇ ગયેલ હોય તેવી બહેનોને ઘર સુધી પહોંચાડવામાં સખી વન સ્ટોપ સેન્ટર સફળ રહ્યા છે. જેમાં તા.15/12/2022ના રોજ અરજદાર દાહોદ રેલ્વે સ્ટેશન પર બિનવારસી હાલતમાં જોવા મળતા રેલ્વે કારચારીઑ દ્વારા અરજદારની સુરક્ષા,સલામતી જળવાઈ રહે તેમજ આશ્રય મળી રહે તે હેતુસર સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે 181 દ્વારા મૂકવામાં આવેલ. અહી અરજદારને તાત્કાલિક આશ્રય આપેલ, પરંતુ અરજદાર ખૂબ ઘબરાયેલા હોય અને સતત રડતાં હતા જેથી હાજર કર્મચારીઓ દ્વારા તેમને સાત્વના આપી વિશ્ર્વાસ અપાવેલ કે તેમને પરિવાર સુધી પહોંચાડી દેશે, તમે અહી શાંતિર્થી રહો અને અમને પણ સહકાર આપો. ત્યાર બાદ અરજદારને તાત્કાલિક આશ્રય આપી પ્રાથમિક સગવડો પુરી પાડી. પરંતુ અરજદાર ખૂબ ઘબરાયેલા હોવાથી સતત રડતા હતા અને બોલવાની તથા શાંભળવાની ક્ષતિ ધરાવતા હોવાને કારણે તે પોતાની સમસ્યા પણ જણાવી શકતા ન હતા. અરજદારે ઇશારાથી તેની પાસે રહેલ મોબાઈલમાં પરિવારના નંબર છે તેમ જણાવતા પરિવારમાં તેમના મોટા બહેન સાથે વાતચિત કરેલ. જેમણે જણાવેલ કે, તે મધ્યપ્રદેશ રાજ્યના, નરસીગપુર જિલ્લાના, ગાજરવાડા તાલુકાની વતની છે અને ઉત્તરપ્રદેશ રાજ્યના સારંગપુર જિલ્લાના ધીંધોરી ગામ તેમની સાસરી છે. ત્યારબાદ અરજદારના બહેને આપેલી માહિતી તેમને ઈશારાથી જણાવેલ જેથી તે સ્વસ્થ થઈ ગયેલ પરંતુ તે ઘર પરિવારથી કેવી રીતે આમ બહાર આવી અને તેને પતિ તરફથી કોઈ હિંસા થઇ છે કે કેમ ,તે જાણવું પણ જરૂરી હોય તેના માટે અહીથી મહિલા અને બાળ આધિકારીની કચેરી ખાતે દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારી પી. આર. પટેલ ની સલાહ લઈ સાઇન લેંગ્વેજ જાણનાર કાઉન્સેલરની મદદ લઈ અરજદારની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરતાં તેમની વાતચિત દરમિયાન ખબર પડી કે તેને બે બાળકો છે. તેના પતિ ખૂબ સારા વ્યક્તિ છે. તેને પરિવારમાં ખૂબ પ્રેમથી રાખે છે. તેમની મીઠાઈની દુકાન છે. તેમના પતિ તમામ મીઠાઇઓ જાતે જ બનાવે છે. અને અરજદારને જ્યારે પણ પિતાના ઘરે જવું હોય ત્યારે તે જાતે યુપીથી તેમના પિયરમાં મૂકવા આવે છે. તેમના તરફથી અરજદારને કોઇ ત્રાસ અપયો નથી.
ત્યારબાદ ફરીથી અરજદારે મોબાઈલ નંબર પર સંપર્ક કરેલ તેઓ અરજદારને 2 દિવસમાં સખી વન સ્ટોપ સેન્ટર,દાહોદ ખાતે લેવા આવશે. જેથી તા.17/12/2022 ના રોજ અરજદારના જીજાજી અને તેની નાની બહેન જે અરજદારની તમામ વાતો સમજી શકતી હતી. જે દાહોદ આવવા રવાના થયા અહીં તા.18/12/2022 ના રોજ સવારે તેઓ દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ અને તેમની સાથે રૂબરૂ વાતચિત દરમિયાન તેમણે અરજદારની હકીકત જણાવતા કહેલ કે અરજદાર અગાઉ પણ આવી રીતે ઘરેથી બે થી ત્રણ વાર નીકળી ગયેલ અને એક વાર તો તે આમ જ ઘરેથી નીકળી ગઈ હતી. જે અમને ત્રણ વર્ષ બાદ મળી હતી. વધુમાં તેમણે જણાવેલ કે તે ત્રણ વર્ષ દરમિયાન તે ઉત્તરપ્રદેશના કોઈ આશ્રમમાં હતી અને આશ્રમમાંથી જ અરજદારને લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ તેના પતિએ તેનું આધાર કાર્ડ ફરી કાઢાવતા તેના દ્વારા એડ્રેસ મળેલ અને તેના પતિએ અરજદારને પરિવાર સાથે મેળાપ કરાવેલ. તેના પરિવારે પણ અરજદારને સલામત જોઇ ખુશી વ્યક્ત કરી તેમના પતિનો આભાર માનેલ. ત્યારબાદ તે અવાર-નવાર પિયરમાં આવતી. આવી જ રીતે તા.13/12/2022ના રોજ તેના પતિ અરજદારને પિયરમાં મૂકીને ગયેલ. જ્યાંથી અરજદાર ફરી સાસરીમાં જવાની જીદ કરતાં હતા, તેથી તેમની નાની બહેનએ એકલા જવાની ના પાડેલ પરંતુ તેણે બહેને નાસ્તો લેવા દુકાને મોકલી અને તેજ સમયે અરજદાર પોતે ઘરેથી ભાગી જઇ ટ્રેનમાં બેસી સાસરીમાં જવા નીકળેલ પરંતુ ભૂલી પડી ગયેલ હોવાના કારણે તે દાહોદ આવી પહોંચેલ.
ત્યારબાદ અહીથી મળેલ માહિતી દ્વારા પરિવારમાંથી આવેલ તેના બહેન અને જીજાજીના પુરાવાની ખાતરી કરી અરજદારને રાજીખુશીથી તેના પરિવાર સાથે વતન પરત મોકલાવેલ અને તેમના દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર દાહોદનો ખૂબ આભાર વ્યક્ત કરેલ અને બહેનો માટે થતી કામગીરી માટે શુભેચ્છા પણ પાઠવેલ.