દાહોદ મહાત્મા ગાંધી શાળા સંકુલમાં આયોજીત ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 70 કૃતિ રજુ કરાઈ

દાહોદ,

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ 1 તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2022,તારીખ 19 12 2022 ને સવારમાં 10 કલાકે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી કાજલબેન દવે હતા મુખ્ય મહેમાન જે.આર.પટેલ પ્રમુખ દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ, અને એન.એસ પરમાર મંત્રી દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ હતા. તેમજ શિક્ષણ નિરીક્ષક મેધાવિનીબેન શાસ્ત્રી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સંજયભાઈ પરમાર, અન્ય શાળાઓના આચાર્ય, ક્યુડીસી ક્ધવીનરઓ, ક્રિડા મંડળના મંત્રી, વિજ્ઞાન મંડળના મંત્રી ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. સ્વાગત પ્રવચન સંકુલ સંયોજક ફાધર મારિયા પોલરાજ દ્વારા કરવામાં આવ્યુ. જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ પરમાર, અને મુખ્ય મહેમાન ઓ દ્વારા પણ ઉદબોદન કરવામાં આવ્યું. અધ્યક્ષ કાજલબેન દવે મેડમ દ્વારા પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ ઉદબોધનમાં જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે .આભાર વિધિ સહસંયોજક રીપલભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રગાન બાદ વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગમાં 70 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી