ઈસ્લામાબાદ,
રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજળી બચાવવાની યોજના અંતર્ગત બજારો અને રેસ્ટોરન્ટસ રાત્ર ૮ વાગ્યા સુધીમાં અને લગ્નના કાર્યક્રમો રાત્રે દસ વાગ્યા સુધીમાં બંધ કરવાનો આદેશ બહાર પાડવાનું વિચારાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને જૂનમાં આવેલા વિનાશકારી પૂરને કારણે દેશમાં ઉર્જા સંકટમાં વધારો થયો છે. પૂરને કારણે દેશમાં ચેપી રોગો પણ વયા છે, જેમાં મેલેરિયા સૌથી મોટી મુસીબત બની ગયો છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા-સંરક્ષણ કાર્યક્રમ શરૂ કરાયો છે અને તે વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા અધિકારીઓને ઉર્જા ક્ષેત્રમાં પરિપત્ર દેવું ઓછું કરવાના નિર્દેશ આપ્યાના એક દિવસ પછી શરૂ કરાયો છે. આસિફે કહ્યું કે, સરકાર આ રાષ્ટ્રવ્યાપી યોજનાને લાગુ કરવા માટે પ્રાંતોનો સંપર્ક કરશે. કેબિનેટ બેઠક બાદ મંત્રીએ મીડિયાએ કહ્યું કે, ગુરુવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવાશે.
રોકડ સંકટ હોય કે વીજ કાપ, પાકિસ્તાન હાલમાં ચારે બાજુથી મુશ્કેલીઓથી ઘેરાયલું છે. સરકાર નક્કી કરી શક્તી નથી કે, વિદેશી મુદ્રા ભંડારને બચાવે કે દેશમાં વધી રહેલા ખાદ્ય સંકટનું સમાધાન કરે. કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના એક અખબારે જણાવ્યું હતું કે, કરાચી બંદર પર ઘણા બધા ક્ધટેનર એમ જ પડી રહ્યા છે, જેમાં શાકભાજી છે અને તે સડી રહી છે.
પાકિસ્તાનની બેંકો વિદેશી મુદ્રાના અભાવે શાખ પત્ર ઈસ્યૂ કરી શકે તેવી સ્થિતિમાં નથી, જે કારણે એ ક્ધટેનર્સ એમ જ પડી રહ્યા છે. માત્ર ખાવાની વસ્તુઓ જ નહીં, પડોશી દેશમાં મચ્છરદાનીની પણ અછત છે. કેટલાક સમય પહેલા પાકિસ્તાનમાં મલેરિયાનો પ્રકોપનો સામનો કરી રહેલી પ્રજા માટે ભારતે ૬૨ લાખ મચ્છરદાની ખરીદવા પર વિચાર કર્યો હતો. પરંતુ કેબિનેટ તરફથી આ નિર્ણય પર અનિશ્ર્ચિતકાળ માટે રોક લગાવી દેવાઈ હતી.