કોરોનાને ફેલાતો અટકાવવા એડવાઈઝરી જાહેર

  • ભીડભાડમાં માસ્ક જરૂરી, બૂસ્ટર ડોઝ ના લીધો હોય તો લઈ લેજો તે ફરજિયાત છે
  • કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી.

બેજીંગ,

ચીન-અમેરિકા સહિત વિશ્ર્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના મહામારીના કેસને લઈને કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કોરોનાને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં તમે જાવ ત્યારે તમે ઘર કે ઓફિસની અંદર કે બહાર હોવ તો પણ માસ્ક પહેરો. આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ, જેથી કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

ડૉ. વીકે પૉલે કહ્યું છે કે જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ, તો તમારે માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. કોમોબડિટીઝ ધરાવતા લોકો માટે તેમજ જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર ૨૭ થી ૨૮ ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે બૂસ્ટર ડોઝ મેળવનારાઓની સંખ્યા વધારવી પડશે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ મેળવી લેવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.

આ ઉપરાંત બેઠકમાં જે નક્કી કરવામાં આવ્યું છે કે તેમાં મોનિટરિંગ વધારવામાં આવશે.,ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવશે., રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે.નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી.,દર અઠવાડિયે એકવાર બેઠક યોજાશે. ઉડ્ડયન માટે હાલ કોઈ સલાહ નથી. સરકારે કહ્યું કે હવે મોનિટરિંગ વધારવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે ક્રિસમસ, નવા વર્ષ અને તહેવારો પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ લાદવામાં આવ્યા નથી. સરકાર હવે દર સપ્તાહે કોરોના મુદ્દે બેઠક યોજવામાં આવશે અને કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તે મુજબ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવશે.

કોરોનાએ એકવાર ફરીથી ચિંતાતૂર કરી મૂક્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન, અમેરિકા જેવા દેશોમાં કોવિડ-૧૯ના કેસમાં હાલના સમયમાં થયેલા વધારા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટોચના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે મહામારીની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ, કોવિડ-૧૯ વકગ ગ્રુપ ડો. એન કે અરોડા,આઇસીએમઆરના ડીજી ડો. રાજીવ બહલ સહિત સ્વાસથ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે મંગળવારે કેન્દ્રએ રાજ્યોને કોવિડના પોઝિટિવ મામલાઓના જીનોમ સિક્વેન્સિંગના નિર્દેશ આપ્યા હતા. તેનાથી જાણવા મળશે કે દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ તો નથી ને. ભારત પર હાલ જો કે કોઈ પણ પ્રકારના જોખમનો હેલ્થ એક્સપર્ટ્સ ઈક્ધાર કરી રહ્યા છે. જો કે એક્સપર્ટ્સે તમામને સાવધાની વર્તવાની સલાહ આપી છે.

ચીનમાં કોરોના વાયરસથી મચી રહેલા હાહાકાર વચ્ચે સરકારે જોખમ પર આ અલર્ટ આપ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ અંગે દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા. માંડવિયાએ બેઠક બાદ કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેનું જોખમ યથાવત છે. તેમણે જણાવ્યું કે ચીનમાં બગડતી સ્થિતિને યાનમાં રાખીને એક્સપર્ટ્સ સાથે બેઠક કરવામાં આવી. કોવિડ પર નિગરાણી વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકાર દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

માત્ર ચીન જ નહી, પશ્ર્ચિમના દેશોમાં પણ કોરોના મહામારીએ માથુ ઉચક્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, જાપાન સહીતના વિક્સીત દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક સંખ્યામાં વયાં છે. કોરોનાના કેસ વધવાની સાથે વિશ્ર્વના અન્ય દેશમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. ચીનના એક આરોગ્ય અધિકારીના જણાવ્યાનુંસાર વર્તમાન શિયાળાની ૠતુમાં ચીનમાં કોરોનાની વધુ એક લહેર આવશે. આ લહેરમાં ચીનની અડધોઅડધ વસ્તી લપેટમાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ચીન જેવી જ સ્થિતિ, વિશ્ર્વના અન્ય દેશમાં પણ જોવા મળે તો નવાઈ નહી. વિતેલા દિવસોમાં ચીનમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ અને જાપાનમાં ગઈકાલના માત્ર એક જ દિવસમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કોરોનાના આંકડાઓના આધારે વિશદ છણાવટ સાથે અભ્યાસ કરતી વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્ર્વમાં ગઈકાલે કોરોનાથી સૌથી વધુ મૃત્યુનો આંક નોંધાયો છે. જેમાં અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ નિપજ્યા છે. ત્યાર બાદના ક્રમમાં જાપાન, બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ આવે છે. ગઈકાલ ૨૦ ડિસેમ્બરને મંગળવારના માત્ર એક જ દિવસમાં આ પાંચ દેશમાં ૧૦૦૦થી વધુ મૃત્યું નોંધાયા છે.