
બેઇજીંગ,
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ન તો હોસ્પિટલો ખાલી છે કે ન તો દવાઓ ઉપલબ્ધ છે. સ્મશાનમાં વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. સરકાર કોરોનાના કારણે મૃત્યુના આંકડા છુપાવી રહી છે. એક દિવસ પહેલા, જ્યારે કેટલાક પત્રકારો ચીનમાં એક સ્મશાનધાટ પર પહોંચ્યા, ત્યારે પોલીસ દળોએ તેમનો પીછો કર્યો. અંતિમ સંસ્કાર માટે લાંબી ક્તારોનો ઝડપથી નિકાલ કરવા દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે હાલ સ્થિતિ એટલી ખરાબ છે કે મૃતદેહોને ટ્રેક કરવાનું પણ અશક્ય છે.

સરકારે જેવી કોરોના પ્રતિબંધમાં ઢીલ આપી ત્યારથી જ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં પલંગ મેળવવા માટે લોકો સંધર્ષ કરી રહ્યા છે. મેડિકલ સ્ટોરી પણ ખાલી થઈ ચૂકી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ ચેતવણી આપી છે કે, પ્રકોપ હવે બાકી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ચીનના પૂર્વોતર થી લઈ દક્ષિણ-પશ્ર્ચિમ સુધી ,સ્મશાન ધાટના કર્મચારીઓએ એએફપી એજન્સીને જણાવ્યું કે અહીં એટલા બધા મૃત્યુ થયા છે કે તેઓ પણ પરેશાન થઈ ગયા છે.ત્રણ કરોડની વસ્તી વાળું શહેર છે ચોંગકિંગ, એક વર્કરે જણાવ્યું કે, અહિ અધિકારીઓએ આ અઠવાડિયે કોવિડના ઓછા લક્ષણ વાળા લોકોને કામ પર જવા માટે કહ્યું છે. એક કર્મચારીએ કહ્યું કે, અહિ મૃતદેહોની સંખ્યા પણ વધી રહી છે.
દક્ષિણ મેગાપોલિસ ગુઆંગઝૂના ઝેંગચેંગ જિલ્લામાં સ્મશાનભૂમિ પરના એક કાર્યકરએ જણાવ્યું હતું કે, તેઓ દિવસમાં ૩૦ થી વધુ મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરી રહ્યા છે. અન્ય એક કર્મચારીએ કહ્યું કે તેને પાછલા વર્ષોની સરખામણીમાં ત્રણ કે ચાર ગણા વધુ મૃતદેહો આવી રહ્યા છે. અમે દરરોજ ૪૦ થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ. જ્યારે પહેલા આ સંખ્યા માત્ર ૧૨ હતી. તેમણે કહ્યું કે સમગ્ર ગ્વાંગઝૂની સ્થિતિ સમાન છે.ચીનમાં કોવિડ કેસોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.