ગરબાડા,
તા. 21 ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકાના દાદુર ગામ ખાતે આવેલ આદર્શ ગ્રામ પંચાયતની દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા સંકલન બેઠકની સાથે આદર્શ ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દાદુર ગામ ખાતે આદર્શ ગ્રામ પંચાયતના પાયાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આયોજનમાં લેવાયેલા કામો પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી અને મંજુર થયેલા નવા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા કમમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.