દાહોદ,
ઝારખંડ સરકાર દ્વારા સમ્મેદ શિખરજી તિથર્ર્ને પર્યટક સ્થળ બનાવવાના નિર્ણય સાથે સમગ્ર જૈન સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ શહેરના જૈન સમાજ દ્વારા શહેરમાં મૌન રેલી કાઢવામાં આવી હતી અને એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, અનાદિકાળથી જૈનોની આસ્થા અને શ્રધ્ધાનું તિથર્ર્ એટલે તીર્થરાજ સમેદશિખરજી ને ઝારખંડ સરકાર દ્વારા અને વનવિભાગ દ્વારા પર્યટન સ્થળ બનાવવાના ર્નિણયનો સમસ્ત જૈન સમાજ દાહોદ દ્વારા વિરોધ કરવામાં આવે છે. જૈનોની આસ્થાનું સ્થાન સમ્મેદ શિખરજીની પવિત્રતા કાયમ રાખવા તેની સુરક્ષા, સાદગી, સ્વચ્છતા અને પવિત્ર તા માટે નીચે મુજબ સૂચનો કરવામાં આવ્યાં હતા. જેને પગલે દાહોદના સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં જૈન સમાજની મહિલા સહિત પુરૂષો મોટી સંખ્યામાં જોડાયાં હતા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.